Ayush Traditional Food Recipes For People To Protect From Diseases
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આયુષ ફૂડથી બીમારીઓ ભગાડવાની તૈયારી, આયુષ મંત્રાલયે રજૂ કરી 26 ખાસ રેસિપી

આયુષ ફૂડથી બીમારીઓ ભગાડવાની તૈયારી, આયુષ મંત્રાલયે રજૂ કરી 26 ખાસ રેસિપી

 | 8:13 pm IST
  • Share

  • આયુષ મંત્રાલયે આયુષ ફૂડ રેસિપી રજૂ કરી

  • આ પુસ્તિકામાં છે વાનગીઓ બનાવવાની રીત પણ

  • આમાં છે પરંપરાગત ખાદ્ય ચીજોનો સમાવેશ

કોરોના દરમિયાન આયુષ મંત્રાલય તરફથી આયુર્વેદ, યુનાની, હોમિયોપેથી અને નેચરોપેથીની માર્ગદર્શિકાઓ સતત આવતી રહી છે, જેમાં હવે આયુષ મંત્રાલયે બીમારીઓને દૂર ભગાડવા માટે વિશેષ ફૂડ રેસિપી લોન્ચ રજૂ કરી છે.

આયુષ મંત્રાલયની આયુષ સિસ્ટમ્સ ઓફ મેડિસિન દ્વારા તાજેતરમાં જ આયુષ ફૂડ રેસિપી રજૂ કરવામાં આવી છે. આ પુસ્તિકામાં આ વાનગીઓ બનાવવાની રીત પણ જણાવવામાં આવી છે જેથી લોકો તેને ઘરે બનાવી શકે, તેનો ઉપયોગ કરી શકે અને રોગોથી બચી શકે. આ પરંપરાગત ખાદ્ય વાનગીઓમાં આયુર્વેદ હેઠળ આવતા ફળો, શાકભાજી અને મસાલાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રજૂ કરી 26 પ્રકારની ફૂડ રેસિપી

આયુષે કુલ 26 પ્રકારની ફૂડ રેસિપી રજૂ કરી છે. જેમાં આમલકી પનાકા, આમલા સ્ક્વોશ, ગુલકંદ, બીટરૂટ હલવો, બેસન-સોજી પેનકેક વિથ સિસમ ચટણી, રાગી અને બનાના સ્મૂધી, પાયા, અદરકા પકા, મધુકા લેહા, રસાલા, યુશા, ખલામ, કુલતથા રસમ, ટાકરા, નાઇજર સીડ્સ લાડુ, અપ્પુમ, ખજૂરના લાડુ, કોળુ અને બિગ બીન્સ સ્વીટ પેનકેક, ગૂસબેરી સ્ટિર ફ્રાય, મામસા રસમ, લજરદ્રાકા વગેરેનો સમાવેશ થાય છે.

આ અંગે આયુષ મંત્રાલયનું કહેવું છે કે આ રેસિપી એટલા માટે લોન્ચ કરવામાં આવી છે જેથી લોકો પરંપરાગત ખાદ્ય વાનગીઓ વિશે માહિતી મેળવી શકે અને તેનો ઉપયોગ કરી શકે. જેથી માત્ર બીમારીઓ દૂર કરવામાં જ નહીં પણ આવનારી બીમારીઓને રોકવામાં અને તેનાથી બચાવ કરવા માટે શરીરને જરૂરી તત્વો પણ મળી શકે. બધા રાજ્યોની સરકારને કહેવામાં આવ્યું છે કે તેઓ આ ફૂડ રેસિપીની પુસ્તિકાનો પ્રચાર કરે જેથી લોકો આ પરંપરાગત વસ્તુઓ અપનાવે.

જણાવી દઈએ કે કોવિડ આવ્યા બાદથી આયુષ મંત્રાલય સતત લોકોને આયુષ ખોરાક અપનાવવા અપીલ કરી રહ્યું છે. જેમાં અનેક પ્રકારની પરંપરાગત ખાદ્ય ચીજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, આયુષ મંત્રાલય તરફથી એ અંગે પણ સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે કે લોકોએ કોઈ પણ વૈધની સલાહથી કોઈ પણ પદાર્થને આયુર્વેદિક દવા ગણીને તેનું સેવન ન કરવું, તેના કેટલાક ગેરફાયદા પણ હોઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો