Ayushmann Khurrana Compares His Wife, Tahira Kashyap To Marilyn Monroe
  • Home
  • Entertainment
  • Bollywood
  • આયુષ્યમાન ખુરાનાએ માલદીવથી રોમેન્ટિક ફોટો શેર કર્યો 

આયુષ્યમાન ખુરાનાએ માલદીવથી રોમેન્ટિક ફોટો શેર કર્યો 

 | 7:30 am IST
  • Share

આયુષ્યમાન ખુરાના તેની વાઇફ તાહિરા કશ્યપ સાથે રોમેન્ટિક વેકેશન પર માલદીવમાં છે. જ્યાંથી તેણે એક સુંદર ફોટો શેર કરીને તેની વાઇફની સરખામણી મર્લિન મુનરો સાથે કરી છે. આ ફોટોમાં સમુદ્ર પર બનેલ રિસોર્ટમાં આયુષ્યમાનની સાથે તાહિરા અદ્ભુત પોઝ આપતી જોવા મળી.

આયુષ્યમાન ખુરાનાએ આ ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, મર્લિન અને હું… જોકે આ ફોટોમાં તાહિરાના ડ્રેસનો અંદાજ મર્લિન મુનરોની ફેમસ ફોટોથી મળતો આવે છે. આ પહેલાં તાહિરા કશ્યપે આ વેકેશન પરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં તાહિરા યલો બિકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી હતી. તાહિરાએ વેકેશનના કેટલાક વીડિયોઝ પણ શેર કર્યાં હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો