Ayushmann Khurrana confirmed the relationship between Katrina Kaif and Vicky Kaushal
  • Home
  • Entertainment
  • Bollywood
  • કેટ-વિકીના સંબંધો પર આયુષ્યમાન ખુરાનાએ મારી મહોર?

કેટ-વિકીના સંબંધો પર આયુષ્યમાન ખુરાનાએ મારી મહોર?

 | 4:36 pm IST
  • Share

  • આયુષ્યમાન ખુરાનાએ આડકતરી રીતે કેટ-વિકીના સંબંધો કર્યા કન્ફર્મ
  • હર્ષવર્ધન કપૂર બાદ આયુષ્યમાન ખુરાનાએ કર્યો ઈશારો
  • કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્નની જોરશોર ચર્ચા

બોલિવુડમાં હાલ કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની જોરશોરથી ચર્ચા થઇ રહી છે ત્યારે કેટ અને વિકીના નજીકના મિત્રો પણ હવે તેમના સંબંધોને અજાણતા જ કન્ફર્મ કરી રહ્યા છે.જો કે આ અંગે હજુ સુધી કેટે કે વિકીએ કોઈ ખુલાસો કર્યો નથી. હર્ષવર્ધન કપૂર બાદ હવે આયુષ્યમાન ખુરાનાએ પણ કેટ વિકી વચ્ચે સંબંધો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.

આયુષ્યમાન ખુરાનાએ કર્યો ઈશારો

આયુષ્યમાન હાલમાં પોતાની ફિલ્મ ચંડીગઢ કરે આશિકીના પ્રમોશનમાં વ્યસ્ત છે.જે અંતર્ગત આયુષ્યમાન ખુરાનાએ રેડિયો જોકી સિદ્ધાર્થ કાનને એક ઈન્ટરવ્યું આપ્યું હતું..ઈન્ટરવ્યુંમાં સિદ્ધાર્થે આયુષ્યમાન ખુરાનાને પૂછ્યું હતું કે જો તેમને જીવનમાં આ એક્ટ્રેસિસ સાથે આશિકી કરવાની તક મળે તો તેઓ કઈ રીતે તેને ડેટ પર લઈ જાય. પછી સિદ્ધાર્થ કાનને કેટરીના કૈફનું નામ લીધું હતું. કેટરીનાનું નામ આવતાં જ વાણી કપૂરે કહ્યું હતું કે હોટેસ્ટ, આયુષ્માને પણ વાણીની હામાં હા મિલાવી હતી. અને બોલવા માટે યોગ્ય શબ્દો શોધવા લાગ્યો હતો.

આયુષ્યમાનને વિકીનું લીધું નામ

આયુષ્યમાનને વાર થતાં RJએ કહ્યું હતું કે યાર, તું તો બહુ સમય લે છે. કોઈ બીજા સાથે ડેટ પર જતી રહેશે. આ સાંભળતાં જ આયુષ્માને કહ્યું હતું, ‘તે તો પહેલાં જ જઈ ચૂકી છે.’ પછી RJના સવાલનો જવાબ આપતાં એક્ટરે કહ્યું હતું, ‘હું તેની જેમ ડાન્સ કરી શકતો નથી, પણ હા, વિકી પંજાબી છે તો હું સ્યોર છું કે કોઈ પંજાબી કનેક્ટ જરૂર હશે. આયુષ્માનની આ લાઇનથી વિકી તથા કેટરીનાના સંબંધો ક્યાંક ને ક્યાંક કન્ફર્મ થયા હોય તેવું લાગી રહ્યું છે.

હર્ષવર્ધન કપૂરે સ્વીકાર્યું

જો કે આયુષ્માન પહેલાં પણ હર્ષવર્ધન કપૂરે વિકી કેટના સંબંધો સામે ઈશારો કર્યો હતો અને કબુલ્યું હતું કે વિકી કેટ સાથે છે એ વાત સાચી છે.

વિકી-કેટના લગ્નની તૈયારીઓ

વિકી કૌશલ તથા કેટરીના કૈફ આવતા મહિને રાજસ્થાનના સવાઈ માધોપુરમાં 7થી 12 ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરવાના છે. અહીંની સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો