baal veer actress anushka sen pass with 89 percent in cbse 12th
  • Home
  • Featured
  • માત્ર 12માં ધોરણમાં અભ્યાસ કરતી ટીવી અભિનેત્રીએ શેર કર્યાં PHOTOS, 90 લાખ લોકો જોતાં રહ્યાં!

માત્ર 12માં ધોરણમાં અભ્યાસ કરતી ટીવી અભિનેત્રીએ શેર કર્યાં PHOTOS, 90 લાખ લોકો જોતાં રહ્યાં!

 | 6:31 pm IST

ફિલ્મો અને ટીવીમાં ઘણા બાળ કલાકારો છે જે અભિનયની સાથે સાથે શાળામાં પણ અભ્યાસ કરે છે. આ દિવસોમાં, ઘણા બાળ કલાકારોની પરીક્ષાનું પરિણામ શાળાઓમાં જાહેર કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ વખતે તેના પરિણામોને લઈને જે ચર્ચિત કલાકાર છે તે નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા સેન છે. અનુષ્કા સેને 12માં ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ છે. ઈન્સ્ટાગ્રામ પર અનુષ્કાના 9 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે.

અનુષ્કા સેન રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ ધોરણ 12ના બાળકોના પરિણામો જાહેર કર્યા છે. જેમાં અનુષ્કાએ 89.4 ટકા મેળવ્યા છે. અનુષ્કા સેને સોશિયલ મીડિયા દ્વારા તેના 12મા ધોરણના પરિણામ વિશે જણાવ્યું હતું. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માહિતી આપી છે કે તે 89.4 ટકા માર્કસ સાથે 12મા ધોરણમાં પાસ થઈ છે. હાલમાં અનુષ્કાના કેટલાક ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન