Babur Azam became the No. 1 batsman in the latest ICC ODI rankings
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલીને પાકિસ્તાનના આ ખેલાડીએ આપ્યો જોરદાર ઝાટકો, એકહથ્થુ શાસનનો અંત

વિરાટ કોહલીને પાકિસ્તાનના આ ખેલાડીએ આપ્યો જોરદાર ઝાટકો, એકહથ્થુ શાસનનો અંત

 | 3:18 pm IST
  • Share

આઈસીસી(ICC)ની તાજેતરની વનડે રેન્કિંગમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ(babar-azam) ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડીને નંબર વન બેટ્સમેન બની ગયો છે. આઝમ પાસે 865 રેટિંગ પોઇન્ટ છે.

બાબર આઝમે વિરાટ કોહલીના 1258 દિવસના શાસનનો અંત કર્યો છે. વિરાટ કોહલી અને બાબર આઝમ એવા બે જ ખેલાડીઓ છે જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટોપ-6 માં સામેલ છે. બાબર આઝમ વન ડેમાં પ્રથમ ક્રમે, ટી-20 માં ત્રીજા ક્રમે અને ટેસ્ટમાં છઠ્ઠા સ્થાને છે. બીજી તરફ, કોહલી વનડેમાં બીજા, ટી20માં 5માં અને ટેસ્ટમાં પાંચમા ક્રમે છે.

બાબર આઝમે દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં 3 મેચમાં 76ની સરેરાશથી 228 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

આ જ શ્રેણીમાં બાબર આઝમે 76મી ઇનિંગમાં 13 વનડે સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા કોઈ પણ ખેલાડી 80થી ઓછી ઇનિંગ્સમાં તે કરી શક્યો નથી. દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાએ 83 પારીમાં આ પરાક્રમ કર્યું હતું. આ સિવાય વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક બંનેએ 86-86 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામે 194 અને 101 રનની ઇનિંગ રમનાર ફખર ઝમાન પણ સાતમા ક્રમે પહોંચી ગયો છે. આ તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ છે.

આ વીડિયો પણ જૂઓ: CM યોગી આદિત્યનાથ કોરોના પોઝીટીવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન