badminton-player-saina-nehwal-react-on siddharth-controversy
  • Home
  • Entertainment
  • Bollywood
  • સિદ્ધાર્થના માફી માંગતા સાઇનાએ તોડ્યું મૌન, હું તો ચોંકી ગઇ

સિદ્ધાર્થના માફી માંગતા સાઇનાએ તોડ્યું મૌન, હું તો ચોંકી ગઇ

 | 4:05 pm IST
  • Share

  • અભિનેતા સિદ્ધાર્થે કરી હતી સાઇના વિરુદ્ધ કોમેન્ટ

  • દેશભરમાં સિદ્ધાર્થનો કરવામાં આવ્યો વિરોધ

  • અભિનેતાની માફી માંગવા પર સાઇનાએ તોડી ચુપ્પી 

સાઇના પરની ટિપ્પણી બાદ દેશભરમાં સિદ્ધાર્થ વિરુદ્ધ વાતાવરણ સર્જાયું હતું. કેન્દ્રીય મંત્રીઓથી લઈને સામાન્ય નાગરિકોએ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. આ સમગ્ર વિવાદમાં રાષ્ટ્રીય મહિલા આયોગ પણ કૂદી પડ્યું હતું.

અભિનેતા સિદ્ધાર્થે માફી માગતાની સાથે જ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલની પહેલી પ્રતિક્રિયા પણ આવી છે. ઈન્ડિયા ઓપનમાં જોરદાર પ્રદર્શન કરી રહેલ ભારતીય બેડમિન્ટન સ્ટારે આ સમગ્ર મામલે વાત કરી છે. તે પણ ખુશ છે કે સિદ્ધાર્થે માફી માંગી છે.

ચેક રિપબ્લિકની તેરેજા સ્વાબીકોવા સામેની મેચ બાદ સાઈનાએ કહ્યું કે, તેણે (સિદ્ધાર્થ) પહેલા મારા વિશે કંઈક કહ્યું અને પછી માફી માંગી. આ મામલો આટલો વાયરલ કેમ થયો તેની મને પણ ખબર નથી. હું મારી જાતને ટ્વિટર પર ટ્રેન્ડ કરતી જોઈને ચોંકી ગઇ. સિદ્ધાર્થે માફી માંગી તેનો મને આનંદ છે.

 

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ગયા અઠવાડિયે પંજાબના પ્રવાસે હતા. આ દરમિયાન સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી. બધાએ પોતપોતાનો પ્રતિભાવ આપ્યો. ઓલિમ્પિક મેડલ વિજેતા સાયના નેહવાલે પણ ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ આ વાતથી અભિનેતા સિદ્ધાર્થ એટલો નારાજ થઈ ગયો કે તેણે સાઈના માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો. આ મામલાએ ખૂબ ધ્યાન ખેંચ્યું. વધી રહેલા વિવાદને જોતા થોડા કલાકો પહેલા સાઉથના સુપરસ્ટારે જાહેરમાં માફી માંગી હતી. તેણે ટ્વીટ કર્યું હતું કે, ‘કોઈપણ રાષ્ટ્ર પોતાને સુરક્ષિત હોવાનો દાવો કરી શકે નહીં જો તેના દેશના વડાપ્રધાન પોતે સુરક્ષિત ન હોય. હું આ ઘટનાની સખત નિંદા કરું છું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો