Bahucharaji this year Devotees will not be Navratri, Pujavidhi will be as per routine, know the program
  • Home
  • Featured
  • બહુચરાજીમાં ભક્તો આ વર્ષે ગરબે નહી ઘૂમી શકે: પુજાવિધી રાબેતા મુજબ થશે, જાણો કાર્યક્રમ

બહુચરાજીમાં ભક્તો આ વર્ષે ગરબે નહી ઘૂમી શકે: પુજાવિધી રાબેતા મુજબ થશે, જાણો કાર્યક્રમ

 | 11:45 am IST
  • Share

  • યાત્રાધામ બહુચરાજીમાં 6 થી 15 ઓક્ટોમ્બર નવરાત્રી ઉજવાશે
  • ઘટસ્થાપન, પલ્લી તેમજ યજ્ઞ રાબેતા મુજબ યોજાશે
  • નવરાત્રીમાં આઠમ, દશેરા તેમજ પૂનમની માતાજીની પાલખી પણ હજુ સ્થગિત કરાઈ છે.
  • ભક્તો સવારે 6 થી રાત્રે 9:30 શુધી દર્શન કરી શકશે.

મહેસાણાના સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરમાં આગામી 6 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી આસો નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવશે. મંદિરમાં ભક્તોમાં સવારે 6થી રાત્રે 9-30 સુધી દર્શન કરી શકશે, જ્યારે કોરોના મહામારીને લઇ મંદિરમાં ગરબા યોજવામાં નહીં આવે તેવો મંદિર ટ્રસ્ટ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે.

શક્તિપીઠ બહુચરાજીમાં નવરાત્રિનું ખૂબ જ ધાર્મિક મહત્વ સંકળાયેલ છે. અહીં માતાજીના સાંનિધ્યમાં અને એમાં પણ ચાચર ચોકમાં માતાજીની આરાધના ભક્તિમાં લીન કરી દેતી હોય છે. ત્યારે નવલી નવરાત્રિના 9 દિવસ ખુબ જ ભક્તિભાવથી માતાજીની આરાધના કરવામાં આવે છે. બહુચરાજી માતાજી મંદિરમાં આ વર્ષે પરંપરા મુજબ આસો માસ નવરાત્રિ મહોત્સવ યોજાનાર છે.

મંદિર પ્રક્ષાલન વિધિ 6 ઓક્ટોબરને બપોરે 12 કલાકે, ઘટ સ્થાપન વિધિ 7 ઓક્ટોબરને સવારે 7-30 કલાકે, શતચંડી યજ્ઞ પ્રારંભ 11 ઓક્ટોબરના રોજ સવારે 10 કલાકે, શતચંડી યજ્ઞ પૂર્ણાહુતી 13 ઓક્ટોબરને સાંજના 4-30 કલાકે, માતાજીની પલ્લી નૈવેધ 13 ઓક્ટોબર રાત્રે 12 કલાકે થશે.

નવરાત્રી જ્વેરા ઉત્થાપન 15ના રોજ સવારે 7-30 કલાકે થશે. વિજયાદશમી (દશેરા) ધજા નિશાન 15 ઓક્ટોબર સવારે 10-30 કલાકે યોજાશે.

શક્તિપીઠ બહુચરાજી માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘુમવાનો ખૂબજ આનંદ અને ઉત્સાહ ખેલૈયાઓમાં હોય છે. પરંતુ આ વર્ષે પણ માતાજીની શાહી સવારી એટલે કે નગરયાત્રા નહીં નીકળે. યાત્રાધામ બહુચરાજીમાં ગાયકવાડી મહારાજાના શાસન સમયથી આસો નવરાત્રી દરમિયાન માતાજીની આઠમની, દશેરા તથા સુદ પૂનમની પાલખી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢવાની પરંપરા આ વર્ષે પણ સ્થગિત રખાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઠમની રાત્રે માતાજીની પાલખી નગરમાં, દશેરાએ સાંજના 4 વાગે બેચર ગામે સમીવૃક્ષ પૂજન માટે તેમજ પૂનમે બહુચર માતાજીના આદ્યસ્થાનક શંખલપુર ગામે જતી હોય છે. એટલે કે કોરોના ભલે મંદ પડ્યો પણ આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે સાપ તો ગયો પણ લીસોટા રહી ગયા તેમ હજુ પણ ગુજરાતમાં ઉજવાતા ધાર્મિક કાર્યક્રમમાં કોરોનાનું ગ્રહણ હજું યથાવત છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો