Balochistan Liberation Front's beat on Pakistani army convoy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PAK સેના પર હુમલો, મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયા હોવાની આશંકા

PAK સેના પર હુમલો, મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયા હોવાની આશંકા

 | 5:05 pm IST
  • Share

  • ત્રણ મહિના પહેલા પર પાકિસ્તાની સેના પર હુમલો થયો હતો
  • ઘણા સમયથી બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાનો થયો રહ્યો છે વિરોધ

પાકિસ્તાની સેના પર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિત પ્રમાણે બલૂચ સ્વતંત્રતા સેનાનિયોએ પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે આ હુમલો રોકેટ અને બીજા ઘાતક હથિયારો વડે કરવામાં આવ્યો છે. આ ઘટના અવારાન જિલ્લાના પિરાંજર વિસ્તારમાં ઘટી છે. આ જગ્યા બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત છે. એવી આશંકા છે કે આ હુમલામાં મોટી સંખ્યામાં સૈનિકોના મોત થયા છે. જ્યારે IED બ્લાસ્ટમાં પાકિસ્તાની સેનાનું વાહન ક્ષતિગ્રસ્ત થયું છે.

અધિકારીઓના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે, સેનાના વાહન પર પાકિસ્તાની ઝંડો લાગેલો હતો. આ હુમલામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે પાંચ ઘાયલ થયા હતા. મોતને ભેટેલા સૈનિકોમાં પાકિસ્તાની સેનાના લાંસ નાયક મોહમ્મદ મુનીરનું નામ સામેલ છે. સાથે આ હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબ્રેશન ફ્રંટે લીધી છે. આ મામલે બીએલએફના પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાની સેનાના 11 લોકો માર્યા ગયા છે.

કેમ કરવામાં આવ્યો હુમલો?

પાકિસ્તાની સેના પર આ હુમલો એટલા માટે કરવામાં આવ્યો કેમ કે, આ લોકો તે વિસ્તારમાં એક ઓપરેશનનને પાર પાડવા આવ્યા હતા. આ હુમલામાં હાલમાં કેટલા લોકો માર્યા ગયા હતા તે હજુ જાણી શકાયુ નથી. આ ઘટના અંગે પાકિસ્તાની સેના તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. જો કે પાકિસ્તાનની સેના પર બલૂચિસ્તાનના લોકો પર અત્યાચાર કરવાનો આરોપ લાગતો રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો