Banaskatha: Deesa Near Bhoyan Village Accident Between Four Vehicles
  • Home
  • Featured
  • ડીસાના ભોંયણ નજીક ગમખ્વાર અકસ્માત, રિક્ષાનો કુચ્ચો, ત્રણ જીવતા ભૂંજાયા

ડીસાના ભોંયણ નજીક ગમખ્વાર અકસ્માત, રિક્ષાનો કુચ્ચો, ત્રણ જીવતા ભૂંજાયા

 | 11:30 am IST
  • Share

  • ડીસાના ભોંયણ નજીક અકસ્માત થતાં આગ ભભૂકી
  • ચાર વાહનો વચ્ચે અકસ્માત, બે ટ્રક વચ્ચે રિક્ષા આવી જતાં કુચ્ચો વળી ગયો,
  • ત્રણ જીવતા ભૂંજાયાની આશંકા

રાજ્યમાં અકસ્માતોની વણઝાર વચ્ચે ફરી એકવાર આજે ગમખ્વાર રોડ અકસ્માતના અહેવાલ મળ્યા છે. બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ નજીક ચાર વાહનો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ બે ટ્રક અને રીક્ષામાં આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે રીક્ષામાં સવાર ત્રણ લોકો જીવતા ભૂંજાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટાળેટોળા ઉમેટ્યા હતા અને ટ્રાફિક જામ થયો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાની વિગત ડીસા પોલીસ અને ફાયર બ્રિગેડને કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે શુક્રવારે સવારે ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ ભોંયણ નજીક બે ટ્રક સામસામે અથડાતા વચ્ચે રિક્ષા આવી ગઇ હતી. જેના કારણે રિક્ષાનો કુચ્ચો વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણેય વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. સ્થાનિક લોકોની મદદથી દુર્ઘટનાની જાણ ડીસા પોલીસ અને ફાયર વિભાગને કરાતાં તેઓ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા.

આ ગોઝારા અકસ્માતમાં ત્રણથી વધુ લોકો આગની ઝપેટમાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. જોકે, રિક્ષામાં કેટલા પેસેન્જર હતાં તે હજુ જાણી શકાયું નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો