bangla actress nusrat jahan share pics in off shoulder
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બંગાળની ચૂંટણીના માહોલ વચ્ચે નુસરતે શેર કરી બોલ્ડ તસવીર, લોકોએ કહ્યું-થોડું કામ પણ કરો દીદી

બંગાળની ચૂંટણીના માહોલ વચ્ચે નુસરતે શેર કરી બોલ્ડ તસવીર, લોકોએ કહ્યું-થોડું કામ પણ કરો દીદી

 | 3:15 pm IST
  • Share

ટીએમસીની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિ રહે છે. તે હંમેશાં તેના કાલિત ફોટા ચાહકો સાથે શેર કરે છે. હાલમાં જ બંગાળ ચૂંટણી દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી, જે એકદમ વાયરલ થઈ રહી છે. નુસરત ચૂંટણીમાં તેમના નિવેદનોને કારણે નહીં પણ તેના ફોટોગ્રાફ્સ વિશે ચર્ચામાં રહે છે.

નુસરત જહાંએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે, જેમાં તેણે સફેદ અને વાદળી રંગની ઓ શોલ્ડર ટોપ પહેર્યું છે. તસવીરોમાં નુસરત ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ તસવીરો શેર કરતા નુસરતે કેપ્શનમાં લખ્યું હતું કે, એક સમર્થકની જેમ જીવન રમત રમી રહ્યું છે! #sageage #slayitup #queenofmyownworld

તસવીરોમાં તેણે કાળા રંગના ચશ્મા પણ લગાવ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. હજારો ચાહકોએ આ તસવીર પસંદ કરી છે. તો વળી આ અંગે કોમેન્ટ કરીને ચાહકો પોતાનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. આ તસવીરો પર તેના ચાહકો પ્રેમનો વરસાદ કરી રહ્યા છે. કેટલાક હાર્ટ ઇમોજી બનાવીને પ્રેમ જવાતી રહ્યા છે, તો કેટલાક ફાયર ઇમોજી લખીને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આવી કોમેન્ટની વચ્ચે ઘણા યુઝરોએ ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. એક યુઝરે લખ્યું કે- ક્યારેક થોડુંક કામ પણ કરી લો દીદી.

આ પહેલાં પણ નુસરતે ગુલાબી ડ્રેસમાં સુંદર તસવીરો પોસ્ટ કરી હતી. નુસરતે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો હંમેશા વાયરલ થતી રહે છે. આ તસવીરોમાં નુસરત ખૂબ જ ગ્લેમરસ શૈલીમાં જોવા મળી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન