Banks preserve CCTV recordings of demonetization, RBI orders banks
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • બેન્કો નોટબંધીવેળાના CCTV રેકોર્ડિંગ સાચવે, RBIનો બેંકોને આદેશ, જાણો કેમ

બેન્કો નોટબંધીવેળાના CCTV રેકોર્ડિંગ સાચવે, RBIનો બેંકોને આદેશ, જાણો કેમ

 | 9:03 am IST
  • Share

ભારતીય રિઝર્વ બેન્કે ૮ નવેમ્બર ૨૦૧૬થી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ સુધીના નોટબંધીના સમયગાળાના સીસીટીવી રેકોર્ડિંગ અને કરન્સી ચેસ્ટ્સનો સંગ્રહ કરી રાખવાની બેન્કોને સૂચના આપી છે. નોટબંધીના સમયગાળામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા લોકો સામે પગલાં લેવા કાયદા એજન્સીઓને સહાય કરવાના ઉદ્દેશથી વધુ આદેશ ન અપાય ત્યાં સુધી બેન્કો નોટબંધીના ઉપરોક્ત સમયગાળાના સીસીટીવી રેકોર્ડિંગ અને કરન્સી ચેસ્ટ્સનો નાશ કરી શકશે નહીં.

કેન્દ્ર સરકારે કાળા નાણાં પર લગામ કસવા અને ટેરર ફંડિંગ અટકાવવા માટે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ભારતમાં ચલણમાં રહેલી રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની ચલણી નોટ રદ કરી દીધી હતી. એક અંદાજ પ્રમાણે રદ કરાયેલી ચલણી નોટ પૈકી રૂપિયા ૧૫.૩૧ લાખ કરોડના મૂલ્યની નોટો બેન્કોમાં જમા કરાવવામાં આવી હતી.

તપાસ એજન્સીઓ શું કરી રહી છે?

  • ઇન્કમટેક્સ અને ઈડી સહિતની સંખ્યાબંધ તપાસ એજન્સીઓ નોટબંધીના સમયગાળામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ રહેલા લોકોની ઓળખ કરી રહી છે
  • બેન્ક લોકર અને કરન્સી ચેસ્ટ્સ એરિયાની મુલાકાત લેનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે
  • બેન્કના અધિકારીઓ સાથે ગેરકાયદેસર સોદાબાજી કરનારા લોકોની ઓળખ થઈ રહી છે
  • નોટબંધીના સમયગાળા અને ત્યારબાદ બેન્કના ખાતામાં જમા કરાવાયેલા નાણાંના આધારે આઈટી વિભાગ મોટી સંખ્યામાં નોટિસ પાઠવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન