Bar Council of India decides: LLB students will not get mass promotion, exams will be held
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો નિર્ણય: LLBના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે, પરીક્ષા લેવાશે

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો નિર્ણય: LLBના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે, પરીક્ષા લેવાશે

 | 2:51 pm IST
  • Share

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધો. 1થી 12 તેમજ યુનિ. કક્ષાએ બીજા, ચોથા અને છઠ્ઠા સેમીસ્ટરના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન જાહેર કરાયું હતું. જેમાં કાયદનો અભ્યાસ કરતાં LLBના વિદ્યાર્થીઓના હિતમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ણય જાહેર કરાયો છે. જે અનુસાર એલએલબીના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવશે નહીં. એટલુ જ નહીં પરીક્ષા ઓનલાઇન લેવી કે પછી ઓફલાઇન તેનો નિર્ણય જેતે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે તેવી જાહેરાત પણ કરાઇ છે.

રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી કક્ષાએ ઇન્ટરમિડિયેટના બીજા, ચોથા અને છઠ્ઠા સેમીસ્ટરના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત કરાઇ હતી. જે મામલે હાઇકોર્ટ પીઆઇએલ અને રિટ પિટિશન કરવામાં આવી હતી. જેના જવાબમાં બાર કાઉન્સિલ ઓફ્ ઇન્ડિયાને સ્વતંત્રપણે નિર્ણય લેવા જણાવ્યું હતું. ત્યાર બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક્સપર્ટ કમિટીની રચના કરાઇ હતી. જે કમિટી દ્વારા આજે એલએલબીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન આપી ફરજીયાત પરીક્ષા લેવા નિર્ણય લેવાયો છે.

જોકે, પરીક્ષા ઓનલાઇન લેવી કે ઓફલાઇન લેવી કે પછી ઓપન બુક એકઝામ લેવી તે અંગેનો નિર્ણય યુનિર્વિસટીને લેવા સ્વતંત્રતા આપવામાં આવી છે. જે નિર્ણય દરેક યુનિવર્સિટીએ સ્થાનીક પરિસ્થિતીને ધ્યાને રાખીને લેવાનો રહેશે.

ITI અને નર્સિંગમાં પણ પરીક્ષા લેવાશે

તાજેતરમાં ITI અને નર્સિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ સિવાયના તમામને માસ પ્રમોશનની જાહેરાત કરાઇ છે. એટલકે આ વર્ષે નર્સિંગ અને આઇટીઆઇના માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે તે સિવાયના તમામ વિદ્યાર્થીઓને આ વર્ષ પુરતુ માસ પ્રમોશન આપવામાં આવનાર છે.

CAની પરીક્ષા જુલાઇમાં તો સીએસની ઓગસ્ટમાં લેવાશે

ગુજરાત સહિત સમગ્ર દેશ છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાની બીજી લહેર સામે લડત આપી રહ્યું હતું. જેના પગલે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ન આવે તે માટે માસ પ્રમોશન તેમજ પરીક્ષાઓ હાલ પુરતી રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં સીએ અને સીએસની પરીક્ષા પણ હાલ પુરતી રદ કરવામાં આવી હતી.

હવે, સીએ ફાઉન્ડેશનની પરીક્ષા 24મી જુલાઇથી જ્યારે ફાઇનલી પરીક્ષા ૫મી જુલાઇથી શરૂ થશે. જ્યારે સીએસની પરીક્ષા 10 ઓગસ્ટથી લેવામાં આવશે. એટલું જ નહીં ડિપ્લોમા એન્જિયિરિંગમાં પ્રવેશ માટે 10 જૂનથી રજિસ્ટ્રેશન શરૂ થનાર હતું જે હવે, 17મી જૂનથી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન