બાસિતને ભારતનું તેડું, પાક.ની સંડોવણીના પુરાવા આપ્યા - Sandesh
  • Home
  • India
  • બાસિતને ભારતનું તેડું, પાક.ની સંડોવણીના પુરાવા આપ્યા

બાસિતને ભારતનું તેડું, પાક.ની સંડોવણીના પુરાવા આપ્યા

 | 5:18 am IST

નવી દિલ્હી, તા. ૨૧

પાક. પર આકરું વલણ અપનાવતાં વિદેશસચિવ એસ. જયશંકરે બુધવારે ભારત સ્થિત પાકિસ્તાની રાજદૂત અબદુલ બાસિતને તેડું મોકલ્યું હતું. વિદેશ વિભાગના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારતવિરોધી આતંકવાદને પરવાનગી નહીં આપવાનાં પોતાના ૨૦૧૪ના  વચનનું પાલન કરે. ઉરીનો હુમલો દર્શાવે છે કે પાકિસ્તાનમાં હજુ આતંકવાદીઓ સક્રિય છે. અમને આતંકીઓ પાસેથી પાક. માર્કાના ગ્રેનેડ, કોમ્યુનિકેશનનાં સાધનો, ખાદ્યપદાર્થો અને દવાઓ મળી આવી છે.

ઉરી આતંકી હુમલાની તપાસ કરી રહેલી એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી હુમલામાં દેશનો કોઈ ગદ્દાર પણ સામેલ છે. એનઆઈએ સહિતની એજન્સીઓ કોઈ ઘરના ભેદીની મદદ આતંકીઓને મળી હતી કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. સેનાને શંકા છે કે, આતંકીઓને કોઇ એવી વ્યક્તિએ મદદ કરી છે જેને કેમ્પની અંદરની તમામ માહિતીની જાણકારી હતી. આતંકીઓ એ પણ જાણતા હતા કે, કેમ્પમાં બ્રિગેડકમાન્ડરનું નિવાસ અને કચેરી ક્યાં છે. બ્રિગેડ મુખ્ય મથકની સુરક્ષા એટલી ચુસ્ત છે કે, કોઇ સંપૂર્ણ જાણકાર વ્યક્તિ જ કોઇની નજરમાં આવ્યા વિના અંદર પ્રવેશી શકે.

સુરક્ષામાં ચૂક : પારિકર

ઉરી આંતકી હુમલા બાદ પહેલી વાર સંરક્ષણમંત્રી મનોહર પારિકરે સ્વીકાર્યું છે કે, સુરક્ષામાં ક્યાંક તો ચૂક થઈ છે. કોઈ ભૂલને કારણે જ આતંકવાદીઓ સેનાને આટલું મોટું નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા છે. આ એક સંવેદનશીલ મામલો છે અને હું ઝીરો એરરમાં વિશ્વાસ રાખું છું, હવે ફરી ભૂલ ના થાય તે માટે હું પગલાં લઈશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન