BCCI alert after IPL suspended, T20 World Cup may be held in UAE
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL સસ્પેન્ડ થયા બાદ BCCI એલર્ટ, આ દેશમાં યોજાઈ શકે છે T20 વર્લ્ડ કપ

IPL સસ્પેન્ડ થયા બાદ BCCI એલર્ટ, આ દેશમાં યોજાઈ શકે છે T20 વર્લ્ડ કપ

 | 5:46 pm IST
  • Share

આઇપીએલ 2021(IPL 2021)ને કોરોના (Covid-19)ના વધતા જતા મામલા વચ્ચે સસ્પેન્ડ કરવામાં આવી છે. હવે બીસીસીઆઈ(BCCI) આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં દેશમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને યુએઈમાં શિફ્ટ કરી શકે છે. કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બરમાં આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં 16 ટીમોના ખેલાડીઓને સંભાળવા ખૂબ મુશ્કેલ છે. જોકે, ટૂર્નામેન્ટનું સંચાલન બીસીસીઆઈ જ કરશે. આઈસીસી(ICC) પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે.

બીસીસીઆઈના અધિકારીઓએ તાજેતરમાં કેન્દ્ર સરકારના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને યુએઈમાં ટૂર્નામેન્ટ યોજવા માટે મોટા પ્રમાણમાં સંમતિ થઈ હતી. આ ટૂર્નામેન્ટ નવ સ્થળોએ રમવાની છે, જેની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી. બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, આઈપીએલને ચાર અઠવાડિયા માટે સ્થગિત કરવી એ સંકેત છે કે જ્યારે દેશ છેલ્લા 70 વર્ષમાં તેની સૌથી ખરાબ આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યો છે, ત્યારે આવી વૈશ્વિક સ્પર્ધાનું આયોજન કરવું સલામત રહેશે નહીં.

સપ્ટેમ્બરમાં ત્રીજી લહેરની ચેતવણી

તેમણે કહ્યું, ભારતમાં નવેમ્બરમાં કોવિડ-19ની ત્રીજી લહેરની શંભાવના છે. તેથી બીસીસીઆઈ યજમાન રહેશે, પરંતુ ટૂર્નામેન્ટ સંભવત. યુએઈમાં યોજાશે. આરોગ્ય નિષ્ણાંતોએ સપ્ટેમ્બરમાં ભારતમાં ત્રીજી લહેરની ચેતવણી આપી છે. ભારતમાં સ્થિતિ હજી પણ નાજુક છે અને કેટલાક સમયથી દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાય છે, જેના કારણે મોટાભાગના ક્રિકેટ બોર્ડ ચિંતિત છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમોની સુરક્ષાને લઈને કોઈ જોખમ લેશે નહીં.

આઈસીસીની બેઠકમાં અંતિમ નિર્ણય

અન્ય એક સૂત્રએ કહ્યું, તમે એ નક્કી માની લો કે જો પરિસ્થિતિ સામાન્ય નહી થાય તો પછી કોઈ પણ દેશ આગામી છ મહિના સુધી ભારતના પ્રવાસે આવશે નહીં. જો બીજી લહેર આવે તો ખેલાડીઓ અને તેમના પરિવારો ખૂબ સાવચેત રહેશે. તેથી અપેક્ષા છે કે બીસીસીઆઈ યુએઈમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે સંમત થશે. તેમણે કહ્યું કે, આઈપીએલ સસ્પેન્ડ થયા પછી, બીસીસીઆઈના અધિકારીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. આઇસીસીની બેઠક જૂનમાં થવાની છે, જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે, પરંતુ આઈપીએલ મુલતવી રાખ્યા બાદ ભારતમાં ટૂર્નામેન્ટ યોજવાની સંભાવના ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન