BCCI Plan-B IPL to be played in Africa Sri Lanka Corona's rage grows
  • Home
  • Sports
  • Cricket
  • કોરોનાનો પ્રકોપ વધશે તો IPL દ.આફ્રિકા કે શ્રીલંકામાં રમાશે

કોરોનાનો પ્રકોપ વધશે તો IPL દ.આફ્રિકા કે શ્રીલંકામાં રમાશે

 | 11:29 pm IST
  • Share

  • IPL પર કોરોનાની અસર

  • સાઉથ આફ્રિકા હોટ ફેવરિટ રહેશે

  • બ્રોડકાસ્ટિંગ ટાઇમિંગમાં પણ ફરક પડશે નહીં

ભારતમાં કોરોના વાઇરસની મહામારી વધી રહી હોવાના કારણે બીસીસીઆઇ તેની ટી20 આઇપીએલની આગામી સિઝન માટે પ્લાન-બી તૈયાર કરી રહ્યું છે. એપ્રિલ સુધીમાં કોરોનાના કેસ સતત વધતા રહેશે તો આઇપીએલની 15મી સિઝનનું આયોજન સાઉથ આફ્રિકા કે શ્રીલંકામાં થઇ શકે છે. કોરોનાના કારણે આઇપીએલની છેલ્લી બે સિઝન યુએઇ ખાતે આયોજિત કરાઇ હતી. 2021ની સિઝનનો પ્રથમ હાફ ભારતમાં અને બીજો હાફ યુએઇમાં રમાયો હતો.

સાઉથ આફ્રિકા હોટ ફેવરીટ

આઇસીસી ટી20 વર્લ્ડ કપનું આયોજન પણ ભારતમાં થવાનું હતું પરંતુ કોરોનાના કારણે યુએઇ ખાતે કરવામાં આવ્યું હતું. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે પ્રત્યેક સમયે યુએઇ ઉપર ભરોસો કરીને બેસી શકતા નથી. અમારે બીજા વિકલ્પ પણ તપાસવા પડે તેમ છે. સાઉથ આફ્રિકા અને ભારતના સમયમાં જે ફરક છે તે પણ ખેલાડીઓ અને ક્રિકેટ સમર્થકોને વધારે અનુકૂળ આવી શકે તેમ છે. સાઉથ આફ્રિકાનો સમય કરતાં ભારત ત્રણ કલાક 30 મિનિટ આગળ છે.

બ્રોડકાસ્ટિંગના સમયમાં કોઇ ફરક નહીં

સાઉથ આફ્રિકામાં સાંજે 5:00 વાગ્યે પ્રથમ બોલ નાખવામાં આવે ત્યારે ભારતમાં રાતના 8:30 વાગ્યા હશે. તેનાથી બ્રોડકાસ્ટિંગના સમયમાં પણ કોઇ ફરક પડશે નહીં. આઇપીએલની 13મી સિઝનને જ્યારે સ્થગિત કરવામાં આવી હતી ત્યારે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે તેની યજમાની કરવાની ઓફર કરી હતી. શ્રીલંકાએ તાજેતરમાં જ લંકા પ્રીમિયર લીગનું શાનદાર આયોજન કર્યું હતું અને આ સ્થિતિમાં બીસીસીઆઇ માટે આ સારો એક વિકલ્પ બની શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો