પોસ્ટઓફિસથી મળશે 1 કરોડ રૂપિયા ગેરંટીથી, 7500 રૂપિયાથી શરૂ કરો રોકાણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પોસ્ટઓફિસથી મળશે 1 કરોડ રૂપિયા ગેરંટીથી, 7500 રૂપિયાથી શરૂ કરો રોકાણ

પોસ્ટઓફિસથી મળશે 1 કરોડ રૂપિયા ગેરંટીથી, 7500 રૂપિયાથી શરૂ કરો રોકાણ

 | 6:35 pm IST
  • Share

એવા અનેક લોકો છે કે જે શેરબજારમાં મ્યુચ્યુ્અલ ફંડથી દૂર જ રહેવા ઈચ્છે છે. આમછતાં એ ઈચ્છે કે તેમની બચત પણ ઝડપથી વધે. આ મોકો તમને પોસ્ટ ઓફિસ આપે છે. પોસ્ટમાં એવી અનેક બચત યોજનાઓ છે કે જે વ્યક્તિને કરોડપતિ બનાવી શકે છે. આ બચત યોજનાઓથી લોકોને આવકવેરો બચાવવામાં પણ મદદ મળે છે. તો જાણી લો આ એક ખાસ યોજના જે તમને આપે છે આટલું બધું વળતર….

પબ્લીક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) પોસ્ટ ઓફિસની એક એવી યોજના છે કે લોકોની થોડી થોડી બચતને મોટી કરી દે છે. આ એકાઉન્ટમાં જમા થતાં પૈસા પર સારા વ્યાજ સિવાય અન્ય લાભ પણ મળે છે. એક તો આવકવેરામાં બચત અને બીજો લાભ એ છે કે જ્યારે આ પૈસા મળે છે ત્યારે તે પૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે. જો કોઈ આ યોજનામાં રોકાણ કરીને એક કરોડ રૂપિયા ફંડ તૈયાર કરી લે છે તો તેને મેચ્યોરિટી વાળા વર્ષે કોઈ જ ટેક્સ દેવો નહિં પડે.

કેવી રીતે તૈયાર થાય એક કરોડનું ફંડ
પીપીએફ યોજનામાં આ સમયે 7.6 ટકા વ્યાજ મળે છે. આ યોજના 15 વર્ષની હોય છે. જેને વચમાં બંધ ન કરી શકાય. આ યોજનામાં વધુંમાં વધું 12.5 હજાર રૂપિયા જમા કરીને 1.5 લાખ રૂપિયાનો આવકવેરો દર વર્ષે બચાવી શકાય છે. પણ જો આ યોજનામાં દર વર્ષે 7500 રૂપિયા જ જમા કરાવવામાં આવે તો 30 વર્ષે 1 કરોડ રૂપિયા ટેક્સ ફ્રી ફંડ તૈયાર થઈ જાય છે.

પીપીએફમાં રોકાણ રણનીતિ
7500 રૂપિયા શરૂમાં કરો રોકાણ 7.6 ટકાના દરે દર મહિને 30 વર્ષ સુધી જમા કરાવવાથી તૈયાર થઈ જશે 1 કરોડનું ફંડ

કેવી રીતે થશે 30 વર્ષ સુધી રોકાણ
પીપીએફ આમ તો 15 વર્ષની સ્કીમ છે. પણ 15 વર્ષ પૂરા થવા પર 5 – 5 વર્ષ સુધી તેને વધારી શકાય છે. આ પ્રકારે આ સ્કીમમાં જો 30 વર્ષ સુધી રોકાણ કરવું હોય તો તેને ત્રણ વાર એક્સ્ટેન્શન કરવું પડશે. આ પ્રકારે આ સ્કીમ મોટેભાગે રિટાયરમેન્ટ સુધીમાં 1 કરોડ રૂપિયા તૈયાર કરી દેશે.

વધું રોકાણ કેટલું તૈયાર થશે ફંડ
આ યોજનામાં વધું એક વર્ષમાં 1.5 લાખ કે મહિને 12500 રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે. જો એટલું રોકાણ કરવામાં આવે તો 15 વર્ષમાં 42.48 લાખ રૂપિયા ફંડ તૈયાર થઈ જશે. તો 20 વર્ષમાં 70.66 લાખ રૂપિયાનું ફંડ અને 1.11 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. પણ જો આ રોકાણ 30 વર્ષ માટે  કરવામાં આવે તો 1.71 લાખ રૂપિયા ફંડ તૈયાર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન