Beauty Tips: Apply Scrubs To Hydrate And Moisturize The Skin Of The Feet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • પગની ત્વચાને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરવા માટે વાપરો આ પ્રકારના ઘરેલુ સ્ક્રબ્સ

પગની ત્વચાને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરવા માટે વાપરો આ પ્રકારના ઘરેલુ સ્ક્રબ્સ

 | 6:20 pm IST
  • Share

કોઈપણ હવામાનમાં યોગ્ય કાળજી ન લેવામાં આવે તો ચહેરાની સાથે હાથ-પગની ત્વચા પણ સૂકી અને નિર્જીવ બની જાય છે. મોટાભાગની સ્ત્રીઓ ચહેરા, ગરદન અને હાથ પર જ ફોકસ કરે છે. પણ પગ પર ધ્યાન આપતી નથી. પગની સંભાળ બાકીના અંગો જેટલી જ મહત્વની છે. તેથી પગની ત્વચાને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ રાખવા માટે પગ પર સ્ક્રબ કરવા કરવું જોઈએ, ત્યારે આજે ઘરે જ તૈયાર કરી શકાય એવા સ્ક્ર્બ વિશે કરીએ કે જેનાથી પગ ચમકવા લાગશે અને એડીઓ મુલાયમ થશે.

1 કપ મધ, 1/2 કપ એપ્સમ મીઠું, 1 કપ ઉકાળેલી કોફી, 2-3 ટીપાં એસેન્શિયલ ઓઇલ લઈને એક વાસણમાં મિક્સ કરો. હવે એક ટબમાં ગરમ ​​પાણી લો અને ભેગી કરેલી સામગ્રી એમાં નાખો અને સારી રીતે મિક્સ કરો. તમારા પગને તેમાં લગભગ 10 મિનિટ સુધી ડુબાડી રાખો. હવે પગને પ્યુબિક સ્ટોનથી હળવા હાથે ઘસો. નખ સાફ કરો. સ્વચ્છ પાણીથી ધોઈ લો. હલકા હાથે ટુવાલથી સાફ કરો. હવે મોઇશ્ચરાઇઝર લગાવો અને તમને પગમાં ફરક દેખાશે.

3 લીંબુનો રસ, 1/2 કપ દૂધ, 3 ચમચી ઓલિવ તેલ એક બાઉલમાં મિક્સ કરો. ટબમાં ગરમ ​​પાણી લઈને એમાં આ બધું જ મિક્સ કરીને એમાં પગ ડુબાડીને રાખો. ફોમ સ્પોન્જ સાથે પગ ઘસો અને સાફ પાણીથી ધોઈ ફુટ ક્રીમ લગાવો.

4 કેમોમાઈલ ટી બેગ, 1/2 કપ ડ્રાય પાર્સલે, 4 ટીપાં એસેન્શિયલ ઓઇલ લઈને બાઉલમાં મિક્સ કરો. ટબમાં ગરમ ​​પાણી લઈને એમાં આ બધું જ મિક્સ કરીને એમાં 10 મિનિટ માટે પગ ડુબાડીને રાખો. સ્પોન્જથી સાફ કરો. સાફ પાણીથી ધોઈને મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવો. સ્ક્રબિંગ ચહેરા પર હોય કે પગ પર, બહુ ભાર આપીને ઘસશો નહીં, બળતરા અને ફોલ્લીઓની સમસ્યા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન