beauty tips by mira rajput clay and honey face mask for winter
  • Home
  • Fashion & Beauty
  • મીરા રાજપૂત પણ શિયાળામાં લગાવે છે આ ફેસ પેક, જાણો તેના ફાયદા

મીરા રાજપૂત પણ શિયાળામાં લગાવે છે આ ફેસ પેક, જાણો તેના ફાયદા

 | 3:41 pm IST
  • Share

  • ત્વચાને લઈને પરેશાન છો તો ગભરાશો નહીં

  • શાહિદ કપૂરની પત્ની પણ લગાવે છે ત્વચા પર આ ફેસપેક

 

શિયાળાની ઋતુ ત્વચા માટે ખૂબ જ ખરાબ સાબિત થાય છે. ઠંડી હવા આપણી ત્વચાને શુષ્ક બનાવે છે. એટલું જ નહીં પરંતુ ત્વચા થાકેલી અને નિર્જીવ દેખાવા લાગે છે. એવામાં માત્ર ચહેરાને ધોવું, એક્સ્ફોલિએટ અને મોઇશ્ચરાઇઝ કરવું પૂરતું નથી. ત્વચાને અન્ય વસ્તુઓની પણ જરૂર પડે છે. જો તમે પણ શિયાળાની ઋતુમાં તમારી ત્વચાને લઈને પરેશાન રહેશો તો ગભરાશો નહીં, તમારી સમસ્યાનું સમાધાન હાજર છે.

મુલતાની માટી અને મધનો ફેસપેક ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. શાહિદ કપૂરની પત્ની મીર રાજપૂત પણ આ ફેસપેક ત્વચા પર લગાવે છે. તો તમને જણાવીએ કે આ માસ્કના ફાયદા શું છે અને તે ફક્ત શિયાળા માટે જ કેમ ફાયદાકારક સાબિત થાય છે.

મુલતાની માટી

જેઓ ખીલથી પરેશાન છે, તેમના માટે મુલતાની મિટ્ટી જવાબ છે. આ ટોક્સિન દૂર કરે છે અને બંધ પોર્સ ખુલી જાય છે. આનાથી ન માત્ર ત્વચાની કુદરતી ચમક જળવાઈ રહે છે પરંતુ ત્વચાની સમસ્યાઓ પણ દૂર થાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ઉનાળાની ઋતુમાં થાય છે પરંતુ જો તેમાં મધ ઉમેરવામાં આવે તો તે શિયાળા માટે પરફેક્ટ ફેસ માસ્ક બની જાય છે.

મધ

મધ એક એવી વસ્તુ છે જે એન્ટી ઇન્ફલેમેટરી છે અને પિમ્પલ્સની સમસ્યાનો ઉકેલ પણ છે. આ સિવાય મધ ત્વચાને કોમળ બનાવે છે અને શિયાળામાં શુષ્કતાથી પણ છુટકારો અપાવે છે. તે ત્વચાના ટોનને એક સમાન બનાવે છે. શિયાળામાં ડાઘ થવા સામાન્ય છે, તેથી મુલતાની માટી ન લગાવો તો પણ તમે તેના પર ફક્ત મધ લગાવી શકો છો.

આ રીતે બનાવો ફેસ પેક

બે ચમચી મુલતાની માટીને એક ચમચી મધમાં ભેળવીને પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. હવે તેને ચહેરા પર સુકાઈ જાય ત્યાં સુધી રાખો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે ચહેરો ધોઈ લો.

આ માસ્કનો ઉપયોગ કરતા પહેલા, તમે પેચ ટેસ્ટ કરો અને પછી જ તેને ચહેરા પર લગાવો. આ ફેસ માસ્ક તમે અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો