Beauty Tips: Follow These Tips To Get Thick And Shinning Hair
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • લાંબા અને ચમકતા વાળ માટે અપનાવો આ ટિપ્સ, વાળ ખરતા અટકશે

લાંબા અને ચમકતા વાળ માટે અપનાવો આ ટિપ્સ, વાળ ખરતા અટકશે

 | 7:59 pm IST
  • Share

સુંદર દેખાવું કોને નથી ગમતું અને લાંબા અને ચમકદાર વાળ તમારી સુંદરતા વધારે છે. એટલે આપણે આપણી સુંદરતા વધારવા માટે ચહેરાની ત્વચાની સાથે સાથે વાળની સંભાળ પણ રાખીએ છીએ. સુંદર અને લાંબા વાળ માટે આપણે ઘણા હેર પ્રોડક્ટ્સ વાપરીએ છીએ. પણ આપણે જયારે આ પ્રોડકટ્સ વાપરીએ છીએ ત્યારે આપણે એ નથી જાણતા કે એ પ્રોડક્ટ્સ આપણા વાળ માટે કેટલી ફાયદાકારક છે. વાળની સુંદરતા માટે આપણે મોંઘા પ્રોડક્ટ્સ વાપરીએ છીએ પણ એનાથી ઘણીવાર આપણને નુકશાન થતું હોય છે. તો આજે આપણે કેટલીક એવી ટિપ્સ વિશે જાણીએ કે જેનાથી આપણે લાંબા, મજબૂત અને ચમકદાર વાળ મેળવી શકીએ.

નિયમિત તેલ લગાવવું –

બજારમાં ઘણા બધા જુદા-જુદા પ્રકારના અને સુગંધિત તેલ મળે છે, પણ એના બદલે આપણે વાળમાં સારી ગુણવત્તાવાળું તેલ લગાવીએ તો વાળનો ગ્રોથ સારો થાય છે. તમે સારા વાળ માટે પમ્પકીન સ્કિન ઓઇલ, જોજોબા ઓઇલ, ફુદીના તેલ, રોઝમેરી ઓઇલ, જેવા તેલ વાપરી શકો છો. આ તેલથી વાળમાં મસાજ કરવાથી તમારા વાળ વધુ મજબૂત થાય છે.

આહારમાં પ્રોટીન સામેલ કરો –

વાળનો સારો ગ્રોથ મેળવવો હોય તો જરૂરી છે કે તમે પોતાના આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરો. પ્રોટીન તમારા શરીરને પણ સ્વસ્થ રાખે છે અને સંતુલિત આહાર લેવાથી તમારા વાળ લાંબા અને મજબૂત બને છે.

પોષક તત્વોથી ભરપૂર ભોજન લો –

સારા અને મજબૂત વાળ માટે પોતાના આહારમાં કેટલાક જરૂરી પોષક તત્વો સામેલ કરવા જ જોઈએ, આનાથી તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે. બાયોટિન, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, ઓમેગા 3, ઓમેગા 6 વગેરેને પોતાના ભોજનમાં સામેલ કરવાથી તમારા વાળમાં ચમક આવશે અને વાળ મજબૂત થશે.

ડાયેટિંગ ન કરો –

ડાયેટિંગ કરવાથી વાળ ખરે છે અને વાળનો ગ્રોથ પણ ઘટે છે. કારણકે ડાયેટિંગ કરીએ ત્યારે આપણા શરીરને ઘણીવાર જરૂરી પોષક તત્વો નથી મળતા અથવા આપણું શરીર ઉર્જાને વાપરી નાખે છે, જેથી આપણું શરીર નબળું બને છે, જેથી તમે હેલ્ધી ડાયેટ કરતા હોવ તો પણ તમારા વાળના ગ્રોથને નુકશાન થાય છે.

કેફીન યુક્ત ઉત્પાદન વાપરો –

સ્ત્રીઓ અને પુરુષો એમ બંનેના વાળ માટે કેફીન ફાયદાકારક હોય છે. તમે વાળની સારસંભાળ માટે સામાન્ય શેમ્પૂ અને કંડીશનરને બદલે કેફીન યુક્ત ઉત્પાદનનો ઉપયોગ કરો. એનાથી વાળનો ગ્રોથ ઘણો વધી જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો