Beauty Tips: Follow These Tips To Stop Lipstick Getting Smudged Inside Mask
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • માસ્કની અંદર પણ તમે લિપસ્ટિક લગાવો છો? આ રીતે લિપસ્ટિક લગાવવાની ટ્રાય કરો

માસ્કની અંદર પણ તમે લિપસ્ટિક લગાવો છો? આ રીતે લિપસ્ટિક લગાવવાની ટ્રાય કરો

 | 7:43 pm IST
  • Share

સુંદર દેખાવા માટે મોટાભાગની સ્ત્રીઓ મેકઅપ કરતી હોય છે, સુંદરતા વધારવા માટે વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરતી હોય છે. પણ કોરોનાને કારણે મેકઅપ કર્યા પછી પણ માસ્ક પહેરવું પડે છે અને માસ્કની અંદર લિપસ્ટિક ફેલાઈ જાય છે. જે મહિલાઓ માટે એક સમસ્યા બની ગઈ છે. તો આ માટે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેનાથી તમે તમારી લિપસ્ટિક માસ્કની અંદર ફેલાવાથી રોકી શકો છો.

હોઠ પર લિપ બામ લગાવ્યા બાદ 10 મિનિટ રાહ જુઓ, જેથી તે હોઠ પર સેટ થઈ જાય છે. એ પછી લિપસ્ટિક લગાવશો તો લિપ્સ્ટીકને પરફેક્ટ બેઝ મળશે અને માસ્ક પર લિપસ્ટિક ચોંટવાની શક્યતાઓ ઘટી જશે.

લિપ લાઇનર અચૂક લગાવો, તેનાથી હોઠનો કમ્પ્લીટ લૂક આવશે. તેનાથી લિપસ્ટિક સેટ થાય છે અને લિપસ્ટિકના ફેલાવાની શક્યતા ઘટી જાય છે.

તમારા હોઠને પોષણ આપવા માટે જોજોબા, કોકો બટર અથવા શીયા બટરનો ઉપયોગ કરો અને તમારા હોઠને નરમ બનાવો. આનાથી લિપસ્ટિક હોઠ પર સેટ થઇ જશે અને માસ્ક પર ચોંટશે નહિ.

તમે લિપસ્ટિક લાગવ્યા બાદ તેના પર ટેલ્કમ પાવડર પણ લગાવી શકો છો. આમ કરવાથી તમારી લિપસ્ટિક પરથી ગ્રીસીનેસ ઓછી થઇ જશે અને તે માસ્ક પર ચોંટશે નહિ. ધ્યાનમાં રાખો કે હોઠ પર હલકો પાવડર લગાવ્યા બાદ તેને થોડીવાર રહેવા દઈને માસ્ક પહેરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો