Beauty Tips: Oats And Milk Face Pack Beneficial For Skin
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ખાવામાં જ નહીં, ત્વચાની સુંદરતા માટે પણ વપરાય છે ઓટ્સ, બનાવે છે ત્વચા ચમકદાર

ખાવામાં જ નહીં, ત્વચાની સુંદરતા માટે પણ વપરાય છે ઓટ્સ, બનાવે છે ત્વચા ચમકદાર

 | 12:47 pm IST
  • Share

સુંદર દેખાવું કોને નથી ગમતું? ચહેરો સુંદર દેખાય એ માટે આપણે ઘણા ઉપાયો પણ અજમાવીએ છીએ. ચહેરા પર ડાઘ આપણા ચહેરાની સુંદરતા ઘટાડે છે. જો તમે ચહેરાના ડાઘથી પરેશાન છો, તમને એક ઘરેલુ ઉપાય જણાવીશું કે જેને અપનાવીને તમે તમારા ચહેરાની સુંદરતા પાછી મેળવી શકો છો. તમારો ચહેરો ઓઈલી હોય, નિસ્તેજ હોય, ત્વચા પર ડાઘ જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો આ દૂધ અને ઓટ્સથી બનાવેલુ સ્ક્ર્બ તમારા ચહેરાની સુંદરતા પાછી મેળવવામાં મદદ કરી શકે છે.

આ માટે સૌથી પહેલા 2 ચમચી ઓટ્સને અડધા કપ દૂધમાં 20 મિનિટ માટે પલાળી લો. પછી જયારે ઓટ્સ નરમ થઇ જાય એટલે તેને પેસ્ટ બનાવી લેવી. પેસ્ટને ચહેરા પર લગાવતા પહેલા ચહેરા પરનો મેકઅપ સાફ કરી લો. હવે ચહેરો ધોઈને તેને ટુવાલથી હળવા હાથે સાફ કરી લો. પછી ઓટ્સ અને દૂધની આ પેટ્સને ચહેરા પર લગાવો અને અને ત્વચાને સુકાવા ન દો. 5 મિનિટ સુધી હળવા હાથે ત્વચાની માલિશ કરો.

2 મિનિટ સુધી મસાજ કર્યા પછી, તમારા ચહેરાને પાણીથી ધોઈ લો અને તેને સાફ કરો. તમારો ચહેરો સ્વચ્છ અને ત્વચા ખૂબ મુલાયમ થઇ જશે. જો તમારી પાસે વધુ સમય હોય તો તમે આ મસાજ 2 થી 5 મિનિટ સુધી વધારી શકો છો. પછી તેને એક ફેસપેકની જેમ ત્વચા પર સુકાવા પણ દઈ શકો છો.

આ ફેસ પેક ચહેરાને સાફ કરવાનું કામ કરે છે. તેનાથી ચહેરા પરના ડાઘો દૂર થાય છે અને ખીલથી રાહત પણ મળે છે. શુષ્ક ત્વચાની સમસ્યા દૂર કરીને તમારા ચહેરા પર ચમક પાછી લાવે છે. તમારા ચહેરા પરથી તેલ દૂર કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો