Beauty Tips Use Coffee And Brown Sugar Body Scrub 5 Min Before Bath
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ત્વચા પરથી દૂર થશે કરચલીઓ અને મળશે ચમકતો ચહેરો, નહાવાની 5 મિનિટ પહેલા કરો આ કામ

ત્વચા પરથી દૂર થશે કરચલીઓ અને મળશે ચમકતો ચહેરો, નહાવાની 5 મિનિટ પહેલા કરો આ કામ

 | 7:01 pm IST
  • Share

આપણને આપણી ત્વચા ચોખ્ખી રાખવી પસંદ છે અને એ માટે આપણે ઘણી પ્રોડક્ટ્સ વાપરતા હોઈએ છીએ, પણ આપણે એ વસ્તુ પર ધ્યાન નથી આપતા કે એની આપણી ત્વચા પર ક્યારેક આડઅસર પણ થાય છે અને ત્વચા ખરાબ થાય છે. ત્વચા માટે ઘણા સ્કિનકેર પ્રોડક્ટ્સ વાપરીએ છીએ, પણ જો ઘરમાં રાખેલી વસ્તુઓથી જ આપણે ત્વચા માટે સ્ક્ર્બ બનાવી શકીએ છીએ.

એ માટે આપણા રસોડામાં જ પડેલી કેટલીક વસ્તુઓ વાપરીએ, તો આનાથી ત્વચા ટાઈટ થશે અને ત્વચાને લગતી સમસ્યા પણ દૂર થશે. ત્વચા પર કરચલીઓ પણ ઓછી થશે.

સ્વસ્થ અને ચમકતી ત્વચા માટે નહાવાની 5 મિનિટ પહેલા આખા શરીર પર સ્ક્ર્બ કરવું જોઈએ. આ સ્ક્ર્બ ઘરે જ બનાવવું, એ માટે 1 ચમચી કોફી, 1 નાની ચમચી બ્રાઉન શુગર અને 1 ચમચી બદામનું તેલ, એક બાઉલમાં લઈને સારી રીતે મિક્સ કરી લો. હવે નહાતા પહેલા 5 મિનિટ પોતાના શરીર પર અને ચહેરા પર સારી રીતે આ મિશ્રણને લગાવી લો અને હળવા હાથે મસાજ કરો. ગોળ-ગોળ ફેરવતા આખા શરીર પર 1-2 મિનિટ મસાજ કરો અને પછી નહાઈ લો.

આમ કરવાથી તમારી ત્વચા સ્વસ્થ અને ચમકતી બનશે. આખા શરીર પર આ સ્ક્રબ કરવું જોઈએ. કોફી ત્વચાને સારી રીતે ઍક્સફોલિયેટ કરે છે અને ત્વચાનું ટેનિંગ પણ હટાવે છે. તો બ્રાઉન શુગર ત્વચાને શુષ્ક નથી થવા દેતી. સાથે જ એ ડેડસ્કિનને હટાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન