before T20 World Cup Pakistan Team India's name disappears from the team's jersey
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપ પહેલા જ પાકિસ્તાનની કાળી કરતુત, ભારતનું નામ ગાયબ કરી નાખ્યું

ટી-20 વર્લ્ડકપ પહેલા જ પાકિસ્તાનની કાળી કરતુત, ભારતનું નામ ગાયબ કરી નાખ્યું

 | 4:12 pm IST
  • Share

  • ટી-20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનની નાપાક હરકત
  • પાકિસ્તાને જર્સી પરથી ભારતનું નામ નીકાળ્યું
  • પાકિસ્તાને વિવાદનો મધપૂડો છંછેડ્યો

ટી-20 વિશ્વકપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ તે પહેલા જ ભારત-પાકિસ્તાન વચ્ચે એક જંગની શરૂઆત થઇ ગઇ છે. અને તેનું કારણ બન્યું છે પાકિસ્તાન ટીમની ટી-20 વર્લ્ડકપમાં નવી જર્સી. આ જર્સીની તસવીર સોશિયલ મીડિયામાં સામે આવી છે. તેમા ટૂર્નામેન્ટના લોગો પર ભારતના સ્થાને યૂએઇનું નામ લખ્યું છે. જ્યારે ભારત ટી-20 વિશ્વકપનો યજમાન દેશ છે. કોરોનાના કારણે આ ટૂર્નામેન્ટ ભારતમાં ન રમાઇને યૂઇએ અને ઓમાનમાં યોજાઇ રહ્યો છે. પરંતુ મેજબાની ભારતના હાથમાં જ છે. હવે તેના પર વિવાદ વધવાની આશંકા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના નિયમો અનુસાર, તેવી તમામ ટૂર્નામેન્ટોમાં જે ICCના બેનર હેઠળ યોજાઇ રહી છે, તેમા ભાગ લઇ રહેલ તમામ ટીમોએ પોતાની છાતીની ડાબી બાજુ ટૂર્નામેન્ટનું નામ સાથે જ યજમાન દેશનું નામ અને ટૂર્નામેન્ટનું વર્ષ લખવું અનિવાર્ય છે. ભારત ટી-20 વિશ્વકપ 2021નો યજમાન છે. આવામા તમામ દેશની જર્સી પર ભારતનું નામ લખવું જરૂરી છે. પરંતુ ગુરૂવારે જે નવી ટીમોની જર્સી સામે આવી, તેમા પાકિસ્તાનની જર્સી તદ્દન અલગ હતી. તેના પર ‘ICC Men’s T20 World Cup India 2021’ વખ્યું હતું. જ્યારે જર્સી પર યૂએઇ લખ્યું હતું.

પાકિસ્તાનની જર્સી પર ભારતનું નામ નહીં

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને ટી-20 વિશ્વકપ માટે નવી જર્સી પહેરેલ જોઇ શકાય છે. આ જર્સીમાં ટૂર્નામેન્ટ તરીકે ભારતના સ્થાને યૂએઇ લખેલું છે. જ્યારે અન્ય તમામ ટીમોની જર્સી સામે આવી છે તેના પર ભારતનું નામ લખેલુ છે. જોકે પીસીબી એ હજુ સુધી આધિકારિક રીતે જર્સીને લોંચ કરી નથી. માત્ર સોશિયલ મીડિયામાં આ તસવીર સામે આવી છે.

આવામાં એ જોવાનું રહેશે કે પીસીબી આ જર્સીને લોંચ કરે છે કે નક્કી કરેલા નિયમો અંતર્ગત ભારતનું નામ મેજબાન રૂપે રાખે છે. જો આવું ન થયુ તો વિવાદ વધવાની સંપૂર્ણ શક્યતાઓ છે. જોકે અત્યાર સુધી આઇસીસી અને બીસીસીઆઇ તરફથી કંઇ કહેવામાં આવ્યું નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો