Being CM doesn't mean you have to talk for half an hour: Bhupendra Patel
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘CM છે એટલે પોણો કલાક બોલવું પડે એવા મૂડમાં આપણે ક્યાંય નથી’

‘CM છે એટલે પોણો કલાક બોલવું પડે એવા મૂડમાં આપણે ક્યાંય નથી’

 | 8:20 am IST
  • Share

મુખ્યમંત્રીપદ સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે શનિવારની સાંજથી ગાંધીનગર મ્યુનિસપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર શરૃ કર્યો હતો. કાર્યકરો, ઉમેદવારોને સંબોધતા ”મુખ્યમંત્રી છે એટલે પોણો કલાક બોલવુ જ પડે એવા મૂડમા આપણે ક્યાંય નથી” એમ કહેતા સિવિલ ઓડિટોરીયમમાં હાસ્યની છોળો ઉછળી પડી હતી.

પોતાની પહેલી ચૂંટણી પ્રચાર સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, ”બહુ ભાષણ કરે અને જેને કહેવાય કે મુખ્યમંત્રી છે એટલે પોણો કલાક બોલવુ જ પડે એવા મુડમાં આપણે ક્યાંય નથી. પણ તમારા સાથે કદમે કદમ મિલાવીને, તમને ક્યાંય પણ પડતી મુશ્કેલી જો મારા સુધી પહોંચશે  તો તેને નિવારવાની મારી પુરી તાકાત લગાવી દઈશ. એમા  ઘણી વખત શુ થાય કે ચૂંટણી સમયે બધા બોલી જાય પછી  કોઈ દેખાતુ નથી. એટલે આવો પ્રોબલેમ ન થાય તેની પણ અમે બધા જવાબદારી લઈએ છીએ. આ જવાબદારી અહી બેઠા છે એ સૌની છે અને તેમાંથી કોઈ છટકે તોય અમારા સુધી વાત પહોંચાડજો”

ભાજપમાં સૌ પરીવારની ભાવનાથી કામ કરે છે. આખા દેશમાં બધી જ બેઠકો ભાજપ ન જીતે ત્યાં સુધી કાર્યકરોને લડતા રહેવાનું છે તેમ કહીને મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પેજ પ્રમુખોને ૪૪માંથી ૪૪ બેઠકો જીતવા આહવાન કર્યુ હતુ.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો