એક બ્લાસ્ટ અને રોશનીથી ઝગમગતું શહેર ખંડેરમાં ફેરવાયું, જ્યાં જુઓ ત્યાં લાશો અને બરબાદીનાં દ્રશ્યો

લેબનોની રાજધાની બેરૂતમાં 2750 ટન એમોનિયમ નાઈટ્રેટથી થયેલ ભીષણ ધડાકામાં બેરૂત પોર્ટ ખંડરમાં ફેરવાઈ ગયો છે. અહીં જ્યાં જુઓ ત્યાં લાશો જોવા મળી રહી છે. સમગ્ર શહેરની ગલીઓ ધૂમાડા અને ધૂળથી ભરાઈ ગઈ છે. મકાનોની બારીઓનાં ચકનાચૂર થઈ ગઈ છે, જ્યાં જુઓ ત્યાં નુકસાનીનાં ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી 78 લોકોનાં મોત અને 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટને કારણે લોકોને પરમાણુ બોમ્બની યાદ આવી ગઈ હતી.
Sending love and prayers to everyone in Beirut, Lebanon
Please stay safe 🙏#Beirut
#PrayForLebanon pic.twitter.com/ueZb5k7lUt— Mass Mahesh FC ™ (@MassMaheshFC) August 5, 2020
બેરૂતમાં પોર્ટ વિસ્તારની પાસે ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાવહ હતો કે લોકોને લાગ્યું હતું કે કોઈએ પરમાણુ બોમ્બ ફેંક્યો છે. વિસ્ફોટને કારણે ધરતી હલવા લાગી હતી, લોકોને ભૂકંપ આવ્યો હોવાનો અહેસાસ થયો હતો. આ ભીષણ ધડાકાનો વીડિયો જોઈ લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા. અને ધડાકા બાદ 10 કિમીની આસપાસના વિસ્તારોમાં તબાહીનાં જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
Lebanon’s health ministry says the death toll from the #Beirut explosion rose to at least 78.
Nearly 4,000 people were injured.
About 2,750 tons of ammonium nitrate was being stored near the blast site without safety measures, PM said, calling it “unacceptable.”#PrayForLebanon pic.twitter.com/KZ5dJxr7VR— SM Alamgir Hossain (@ballanews24) August 5, 2020
બ્લાસ્ટની જગ્યાની આસપાસ ચારે બાજુ જમીન પર લાશે લાસો જ જોવા મળી રહી છે. ધડાકા બાદ લોકો લોકો ચીસો પાડતાં રસ્તાઓ પર દોડી રહ્યા હતા. લોહીથી લથપથ માણસોને જોઈ ભયાવહ નજારો સર્જાયો હતો. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સો દોડવા લાગી હતી. અને ફાયરબ્રિગેડની ગાડીઓ પણ આગને બુઝાવવા કામે લાગી ગઈ હતી. શહેરમાં ચારે બાજુ ફક્ત સાઈરનોનો અવાજ સંભળાતો હતો. લોકોને કયામત આવી હોય તેવો અનુભવ થયો હતો.
પહેલી વખત આવી ખૌફનાક ઘટનાથી ખુદ લેબનોનના પીએમ સહિત પીએમ મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચોંકી ઉઠ્યા છે. અને તેઓએ આ મામલે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. ધડાકાને કારણે બેરૂતની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. અનેક લોકોની બહાર જ સારવાર કરવામાં આવી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, શક્ય ન હોય તો હોસ્પિટલ ન આવવું, ખુબ જ જરૂરી હોય તો જ હોસ્પિટલ આવવા વિનંતી કરવામાં આવી રહી છે.
ધ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક રિસર્ચે કહ્યું છે કે, આ ભીષણ બ્લાસ્ટ એમોનિયમ નાઈટ્રેટને કારણે થયો કે, જે વેરહાઉસની અંદર રાખવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, વેરહાઉસની અંદર 6 વર્ષથી 2750 ટન એમોનિયમ નાઈટ્રેટનો જથ્થો રાખવામાં આવ્યો હતો. અને તેનો ઉપયોગ ખાતર બનાવવામાં કરવાનો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન