benefits of turmeric and curd skin care
  • Home
  • Fashion & Beauty
  • દહીંમાં મિક્સ કરો 1 વસ્તુ, સ્કીનની 5 સમસ્યાઓ થશે છૂમંતર

દહીંમાં મિક્સ કરો 1 વસ્તુ, સ્કીનની 5 સમસ્યાઓ થશે છૂમંતર

 | 3:22 pm IST
  • Share

 

  • ઓઈલી સ્કીનની સમસ્યા કરશે દૂર

  • ટેનિંગની સમસ્યામાં મળશે રાહત

  • એન્ટી એજિંગના ગુણને કરે છે દૂર

જો તમે સ્કીનની અનેક સમસ્યાઓથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો તમે ઘરમાં રહેલી આ વસ્તુઓની મદદથી રાહત મેળવી શકો છો. હળદર અને દહીં એ 2 વસ્તુથી સ્કીનને અનેક પ્રકારનો ફાયદો થાય છે. હળદરમાં એન્ટીસેપ્ટિક, એન્ટીઇન્ફલામેટ્રી, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી એજિંગ ગુણ હોય છે. દહીંમાં ઝિંક, કેલ્શિયમ, વિટામીન બી અને લેક્ટિક એસિડ મળે છે. આ બંને ચીજો સ્કીનની સમસ્યાને દૂર કરે છે અને ફેસ પર નિખાર લાવે છે.

 


સ્કીન પર આવશે ગ્લો

હળદર અને દહીંનો ઉપયોગ સ્કીન પર નિખાર લાવશે. તેમાં ઝિંક અને મેગ્નેશિયમ જેવા તત્ત્વો મળે છે જે સ્કીનને માટે ફાયદારૂપ રહે છે. દહીં, હળદર, બેસન અને ગુલાબજળની પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવીને 10 મિનિટ રાખો. થોડી વાર પછી ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરા પર ગ્લો આવશે.

એજિંગની સમસ્યા થશે દૂર

દહીં અને હળદરનો ઉપયોગ સ્કીન પર એજિંગના નિશાનને ઘટાડે છે. હળદર અને દહીંમાં એન્ટી એજિંગ ગુણ હોય છે. હળદરમાં મળનારું કરક્યૂમિન કરચલીઓને દૂર કરે છે. દહીંમાં વિટામિન એ અને ઝિંકનું પ્રમાણ ત્વચાની ઈલાસ્ટિસિટીને જાળવી રાખે છે. આ માટે તમે 1 ચમચી દહી, 1 ચમચી હળદર, 1 ચમચી અલોવેરા જેલ અને ગુલાબજળના ટીપાંને એક બાઉલમાં મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવીને ફેસ પર લગાવો. આ પેકને 15 મિનિટ રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ફેસ વોશ કરી લો. તેનાથી સ્કીન પર ચમક આવશે.

 

ઓઈલી સ્કીનની સમસ્યા થશે દૂર

ઓઈલી સ્કીનની સમસ્યા માટે દહીં, હળદર અને ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરો. તેનાથી ખીલ અને ઓઈલી સ્કીનની સમસ્યા દૂર થશે. આ પેકને તૈયાર કર્યા બાદ તેને 10 મિનિટ ચહેરા પર લગાવીને રાખો. પછી હૂંફાળા પાણીથી ફેસ વોશ કરો. ઈંડામાં પ્રોટીન મળે છે, જે સ્કીનને માટે ફાયદો કરે છે.

ડાઘ ધબ્બા માટે કરો આ કામ

ડાઘ ધબ્બા માટે હળદર, દહીં અને ગુલાબજળના મિશ્રણમાં ચંદન પાવડર મિક્સ કરો. આ પેકને ચહેરા અને ગરદનના ભાગે લગાવો. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો. હળદરના એન્ટી બેક્ટેરિયલ, એન્ટીસેપ્ટિક અને એન્ટીઓક્સીડન્ટ ગુણ હોય છે, સાથે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. તે સ્કીનને એક્સફોલિએટ કરે છે. તેનાથી ડાઘ ધબ્બાને ઘટાડવામાં મદદ મળે છે.

 

ટેનિંગને ઘટાડે છે

ટેનિંગની સમસ્યામાં હળદર અને દહીં લગાવવાથી ફાયદો થાય છે. હળદરમાં રહેલું કરક્યુમોનોઈડ નામનું પોલીફેનોલ સ્કીનની રંગત નિખારે છે. દહીંથી સ્કીનને હાઈડ્રેટ રાખવામાં મદદ મળે છે અને સ્કીનનો ગ્લો પણ વધે છે. આ માટે તમે 1 ચમચી હળદર, દહીં, ગુલાબ જળને એક બાઉલમાં મિક્સ કરો. તેને લગાવીને 15 મિનિટ રહેવા દો. આ પછી ચહેરાને નોર્મલ પાણીથી ધોઈ લો. તેનાથી સ્કીન મોઈશ્ચરાઈઝ થશે. હળદર અને દહીનો ફેસપેક લગાવતા પહેલા તેનો ટેસ્ટ કરી લો. જો એલર્જી જેવું લાગે તો તેને યૂઝ ન કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો