Bengaluru Traffic Cop Who Filled Pothole Earns Praise After Viral Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Viral Video: રસ્તા પરના ખાડા ભારત બેંગલુરુના ટ્રાફિક પોલીસનો વિડીયો વાયરલ, ચારે તરફ થઇ રહી છે પ્રશંસા

Viral Video: રસ્તા પરના ખાડા ભારત બેંગલુરુના ટ્રાફિક પોલીસનો વિડીયો વાયરલ, ચારે તરફ થઇ રહી છે પ્રશંસા

 | 3:59 pm IST
  • Share

13 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ટ્રાફિક પોલીસ કર્મચારી રસ્તા પરના ખાડાઓ ભરી રહ્યો છે, આ વિડીયો વાયરલ થયા બાદ બેંગલુરુ ટ્રાફિક પોલીસની પ્રશંસા થઈ રહી છે.

કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેંદ્ર સહિત ઘણા લોકોએ શહેરના ટ્રાફિકની પ્રશંસા કરતા સંદેશ સાથે વીડિયો પોસ્ટ કર્યો હતો. મંત્રીએ લખ્યું, ‘ટ્રાફિક પોલીસની ફરજ છે કે તે ટ્રાફિકને સરળ બનાવે. જો કે, અમારી બેંગલુરુ ટ્રાફિક પોલીસ નોંધપાત્ર કામ કરી રહી છે, તેઓ રસ્તા પરના ખાડાઓ પણ ભરી રહ્યા છે જેથી જનતાને વિક્ષેપ ન પડે. ટીમને અભિનંદન.’

ટ્રાફિક (પશ્ચિમ) ના પોલીસ કમિશનર (DCP) કુલદીપ કે જૈને જણાવ્યું હતું કે આ ઘટના 9 સપ્ટેમ્બરના રોજ બની હતી. તેમણે કહ્યું કે વિડીયોમાં પોલીસ કર્મચારી સંતોષ એમ છે, જે બ્યાતરાયણપુરા ટ્રાફિક પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા છે. જૈને એમ પણ કહ્યું હતું કે ટ્રાફિક હળવો કરવા માટે તેઓ અને તેમની ટીમ આવા જ કાર્યમાં સામેલ છે. લોકો માટે ટ્રાવેલને બને એટલું સરળ બનાવવા માટે ટીમને હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેટલાક લોકોએ નયનદહલ્લી સર્વિસ રોડ પર ખાડા ભરી રહેલા અધિકારીનો વીડિયો બનાવ્યો હતો. તેને તેની સેવા માટે પુરસ્કાર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન