Beware these five sign get hurdles during lunar eclipse
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • ચંદ્ર ગ્રહણથી આ ચાર રાશિઓને થશે મોટુ નુકસાન, સંભાળીને રહેવુ થઇ જશો પાયમાલ

ચંદ્ર ગ્રહણથી આ ચાર રાશિઓને થશે મોટુ નુકસાન, સંભાળીને રહેવુ થઇ જશો પાયમાલ

 | 3:37 pm IST
  • Share

26 મે ના રોજ વૈશાખ પૂર્ણિમા ના દિવસે વર્ષ નું પહેલું ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે. આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણ વૃશ્ચિક રાશિમાં અને અનુરાધા નક્ષત્રમાં થશે. ચંદ્રગ્રહણનો તમામ રાશિ પર શુભ અને અશુભ પ્રભાવ રહેશે. આ ગ્રહણથી ચાર રાશિના જાતકોની મુશ્કેલીઓ વધી જશે. આ ચાર રાશિ છે મેષ રાશિ, વૃષભ રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ પર રહેશે.

મેષ રાશિ
ગ્રહણ પ્રભાવને કારણે વસ્તુઓ મુશ્કેલ બનશે .ચંદ્રગ્રહણ કેટલાક મુશ્કેલી કારક સંકેતો આપી રહ્યું છે. તમારી સમસ્યાઓના કારણે ગુસ્સો વધશે. આરોગ્ય માટે એક મુશ્કેલ સમય છે, તેથી આરોગ્યની સંભાળ રાખવી. પૈસાના વ્યયના સંકેતો આપી રહ્યુ છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન મંત્રનો જાપ કરવો શુભ છે. આ સમયમાં તમે ભગવાન ૐ હં હનુમંતે નમ: નો જાપ કરો.

વૃષભ રાશિ
સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આવી શકે છે તે જ સમયે કેટલાક કાર્યો છે જે અટકી પડશે ઇચ્છાઓ અધુરી રહેવાના સંકેતો છે. વૈવાહિક જીવનમાં પરેશાની થઈ શકે છે પરંતુ આર્થિક ફટકો ન પડે તે ખાસ જોજો. કોઈને કઠોર શબ્દો બોલતા નહીં. જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખો. શક્ય હોય ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો અને વ્યર્થ ખર્ચને ટાળો.

વૃશ્ચિક રાશિ
માનસિક તાણનો સામનો કરવો પડશે . તમારા સ્વાસ્થ્ય અને માનસિક શાંતિની સંભાળ રાખો. જીવનસાથી સાથે વાદ-વિવાદ ન થાય તે જોજો. આર્થિક નુકસાનના સંકેતો છે, તેથી ખર્ચ પર નિયંત્રિત રાખો. આ સમય દરમિયાન તમારા કામમાં અવરોધો આવશે. કારકિર્દીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વાદ વિવાદમાં ફસાઇ શકો છો. માતાપિતાની તબિયત લથડી શકે છે. ભગવાનની ભક્તિમાં સામેલ થવાનો પ્રયત્ન કરો ચોક્કસ સફળ થશો.

કુંભ રાશિ
ગ્રહણ તમારા માટે કષ્ટદાયક છે. નોકરી ધંધાંમા નુકસાન આવશે. વાહન ચલાવતા સાવધાની રાખવી. શરીર સંભાળીને રાખવુ થોડી મુશ્કેલી આવશે પણ આ સમય પણ જતો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન