• 8 માર્ચે મહાશિવરાત્રિ અને 24 માર્ચે ઉજવાશે હોળીનો તહેવાર
  • 19 ઓગસ્ટે રક્ષાબંધન અને 26 ઓગસ્ટે ઉજવાશે જન્માષ્ટમી
  • આ વર્ષે 15 જાન્યુઆરીએ ઉત્તરાયણ, 31 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર

વર્ષ 2023 ખતમ થઈ રહ્યું છે અને જલ્દી જ નવા વર્ષ 2024ની શરૂઆત થવા જઈ રહી છે. આ નવા વર્ષની સાથે સાથે અનેક વ્રત અને તહેવારો પણ આવશે. આ સમયે તમને પણ નવા વર્ષે કયા તહેવારો ક્યારે આવશે તે જાણવાનું મન થશે. તો તમે પણ આખા વર્ષના ખાસ તહેવારની તારીખો જાણી લો તે જરૂરી છે.

2024માં પ્રમુખ વ્રત-તહેવાર અને તેની તારીખો

હિંદુ ધર્મમાં તમામ વ્રત-તહેવાર હિંદી કેલેન્ડરના મહિના અને તેની તિથિના અનુસાર આવે છે. તો જાણો 2024માં હોળી, દશેરા, દિવાળી, રક્ષાબંધન, નવરાત્રિ, શિવરાત્રિની ઉજવણી કરાશે.

ઉત્તરાયણ- 15 જાન્યુઆરી 2024

આવતા વર્ષે ઉત્તરાયણ 15 જાન્યુઆરી 2024ના રોજ આવશે. આ દિવસે સૂર્ય ભગવાન ધન રાશિ છોડીને 02:54 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશના આ તહેવારને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. દેશના ઘણા રાજ્યોમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આ આરોગ્ય, સંપત્તિ અને શાશ્વત પુણ્ય લાવે છે. આ દિવસે તલ અને ગોળથી બનેલી મીઠાઈઓ ખાવામાં આવે છે.

મહાશિવરાત્રિ- 8 માર્ચ 2024

મહાશિવરાત્રિ એ હિંદુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. શિવભક્તો મહાશિવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

હોળી- 24 માર્ચ 2024

રંગોનો તહેવાર હોળી, ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં હોળી 24 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે અને ઉજવણી કરે છે.

ચૈત્ર નવરાત્રિ- 9 એપ્રિલ 2024

ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનાની પ્રતિપદાથી શરૂ થાય છે અને નવમી તિથિ સુધી ચાલુ રહે છે. વર્ષ 2024માં ચૈત્ર નવરાત્રિ 9મી એપ્રિલ 2024થી શરૂ થશે અને 17મી એપ્રિલ 2024 સુધી ચાલશે.

રક્ષાબંધન- 19 ઓગસ્ટ 2024

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. આવતા વર્ષે 19 ઓગસ્ટ 2024 ના રોજ ઉજવવામાં આવશે.

જન્માષ્ટમી- 26 ઓગસ્ટ 2024

જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની આઠમની તિથિએ ઉજવવામાં આવે છે. આગામી વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024ના રોજ છે.

શારદીય નવરાત્રિ - 3 ઓક્ટોબર 2024

શારદીય નવરાત્રિ અશ્વિન મહિનાની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને નવમી પર સમાપ્ત થાય છે. આ નવરાત્રિનો તહેવાર છે. વર્ષ 2024માં શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર 2024થી 11 ઓક્ટોબર 2024 સુધી ચાલશે.

દશેરા- 12 ઓક્ટોબર 2024

દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર આસો મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે અને લંકાપતિ રાવણનું દહન કરવામાં આવે છે. આવતા વર્ષે દશેરા 12 ઓક્ટોબર 2024ના રોજ આવશે.

દિવાળી- 31 ઓક્ટોબર 2024

દિવાળીનો પાંચ દિવસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આવતા વર્ષે દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે.

  • Follow us on: