- મંદિરમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે.
- મંદિરમાં કેટલીક વસ્તુઓ રાખવાની મનાઈ છે.
- ઘરમાં મંદિર યોગ્ય દિશામાં હોવું જોઈએ.
સનાતન ધર્મમાં દેવી-દેવતાઓની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દેવી-દેવતાઓની મૂર્તિઓ ઘરના મંદિરમાં મૂકવામાં આવે છે. તેમની દરરોજ વિશેષ પૂજા કરવામાં આવે છે. ખાસ વસ્તુઓ પણ ધરાવવામાં આવે છે. જેના કારણે વ્યક્તિને તેના દરેક કાર્યોમાં સફળતા મળે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મક પરિણામ મળી શકે છે અને તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ મંદિરમાં કઈ વસ્તુઓ ટાળવી જોઈએ.
આ વસ્તુઓને મંદિરમાં ન રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભગવાનના રુદ્ર સ્વરૂપની મૂર્તિ ભૂલથી પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ અને તૂટેલી મૂર્તિ રાખવાથી પણ બચવું જોઈએ. એવી માન્યતા છે કે આવી મૂર્તિઓને મંદિરમાં રાખવાથી આર્થિક તંગી વધે છે. આ સિવાય ઘરના મંદિરમાં કાતર સહિત અન્ય તીક્ષ્ણ વસ્તુઓ ન રાખવી જોઈએ. જો તમે પણ મંદિરમાં આવી વસ્તુઓ રાખી હોય તો આજે જ તેને દૂર કરો. ધારદાર વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. સુકા ફૂલ દેવી-દેવતાઓને પસંદ નથી આથી મંદિરમાં ન રાખવા જોઈએ.
સુકા ફૂલ દેવી-દેવતાઓને પસંદ નથી આથી મંદિરમાં ન રાખવા જોઈએ.
મંદિરમાં ફાટેલી-તૂટેલી ધાર્મિક પુસ્તકો રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેથી મંદિરમાં આવા ધાર્મિક પુસ્તકો રાખવાની મનાઈ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં અથવા તેની આસપાસ પૂર્વજોની મૂર્તિઓ લગાવવાથી વ્યક્તિને ખરાબ પરિણામ મળી શકે છે. જો તમે પણ આવી મૂર્તિઓ મંદિરમાં રાખી છે તો આજે જ તેને દૂર કરો.
મંદિરને આ દિશામાં રાખો
ઘરમાં મંદિર રાખવા માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. મંદિરને આ દિશામાં રાખવાથી પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ અને તમારી પીઠ પશ્ચિમ તરફ રહેશે.