• આજે ચંદ્ર 14 % મોટો અને 30 % વધુ ચંદ્રપ્રકાશ જોવા મળશે
  • આ સુપરમૂન લગભગ 11.55 કલાકે સૌથી મોટો દેખાશે
  • આજે જોવા મળનાર ચંદ્રને 'સ્ટર્જન' સુપરમૂન પણ કહેવાય છે

આજે માત્ર રક્ષાબંધન અને શ્રાવણનો સોમવાર જ નથી, પરંતુ આજે અવકાશમાં એક અલગ જ નજારો જોવા મળશે. આકાશમાં ચંદ્રનો પ્રકાશ 30 ટકા વધુ જોવા મળશે તેમજ ચંદ્ર 14 ટકા મોટો દેખાશે. મતલબ કે આજે આકાશમાં સુપરમૂન જોવા મળશે. આ બ્લુ સુપરમૂનને સ્ટર્જન સુપરમૂન પણ કહેવામાં આવે છે.

બ્લુ સુપરમૂન બે પ્રકારના હોય છે

આ સુપરમૂન લગભગ 11.55 કલાકે સૌથી મોટો અને તેજસ્વી દેખાશે. વાસ્તવમાં બ્લુ સુપરમૂન બે પ્રકારના હોય છે. પહેલો તે જે મહિનો બ્લુ મૂન હોય છે. એટલે કે દર બીજા અઠવાડિયે ચંદ્ર દેખાય છે. બીજો મોસમી બ્લુ મૂન એ સિઝનમાં જોવા મળતા ચાર પૂર્ણ ચંદ્રમાનો ત્રીજો ચંદ્ર છે.

આ સિઝનનો આ ત્રીજો બ્લુ મૂન છે

ઉનાળામાં સોલ્ટિસ 20 જૂને હતો. તેથી પહેલો પૂર્ણ ચંદ્ર 22 જૂન, ત્યારબાદ બીજો 21 જુલાઈ અને હવે આજે 19 ઓગસ્ટે ત્રીજો પૂર્ણ ચંદ્ર જોવા મળશે. એટલે કે આ સિઝનનો આ ત્રીજો બ્લુ મૂન છે. આ પછી 18 સપ્ટેમ્બરે હાર્વેસ્ટ મૂન હશે. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે ઈક્વિનોક્સ હશે.

આ સુપરમૂન કેવી રીતે જોઈ શકીએ?

નાસાના જણાવ્યા અનુસાર સિઝનલ બ્લુ મૂન દર બેથી ત્રણ વર્ષમાં એક વખત આવે છે. જેમ કે, ઓક્ટોબર 2020, ઓગસ્ટ 2021 હવે આ પછી આગામી સિઝનલ બ્લુ મૂન મે 2027માં દેખાશે. તમે આને તમારા ટેરેસ અથવા આંગણામાંથી સરળતાથી જોઈ શકો છો. જો તમારે ચંદ્રની સપાટી જોવી હોય તો તમારે ટેલિસ્કોપની મદદ લેવી પડશે.

શા માટે તેને સ્ટર્જન મૂન નામ આપવામાં આવ્યું?

નેટિવ અમેરિકન વિસ્તાર ગ્રેટ લેક્સમાં આ દિવસોમાં સ્ટર્જન માછલીઓ જોવા મળે છે. તેથી આ સમયે ઉદભવતા પૂર્ણ ચંદ્રને સ્ટર્જન નામ આપવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ તેને ગ્રેન વાઇલ્ડ રાઇસ મૂન પણ કહેવામાં આવે છે.

સુપરમૂન કોને કહેવાય છે?

ચંદ્ર જ્યારે પૃથ્વીની નજીક આવે છે, ત્યારે તેનું કદ 12 થી 14 ટકા મોટું દેખાય છે. સામાન્ય રીતે ચંદ્રનું અંતર પૃથ્વીથી 406,300 કિમી હોય છે. પરંતુ જ્યારે આ અંતર ઘટીને 356,700 કિમી થઈ જાય છે ત્યારે ચંદ્ર મોટો દેખાય છે. તેથી જ તેને સુપરમૂન કહેવામાં આવે છે. આ સમયે ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરતી વખતે પૃથ્વીની નજીક આવે છે. કારણ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ગોળાકાર ગતિમાં ફરતો નથી. તે લંબગોળ ભ્રમણકક્ષામાં ફરે છે. આવી સ્થિતિમાં તે પૃથ્વીની નજીક આવશે તે નિશ્ચિત છે. નજીક આવવાથી તેની ચમક પણ વધે છે.


  • Follow us on: