- ભક્તો ધાર્મિક વિધિઓ સાથે દેવી દુર્ગાના નવ અવતારોની પૂજા કરે
- શારદીય નવરાત્રિ રવિવાર, 15 ઓક્ટોબર 2023થી શરૂ થઈ
- દુર્ગા માતાના પગલાનાં નિશાન ખરીદો અને તેમને તમારા ઘરે લાવો
હિન્દુ ધર્મમાં નવરાત્રિનું આગવું મહત્ત્વ છે. દર વર્ષે શારદીય નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમ તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, ભક્તો ધાર્મિક વિધિઓ સાથે દેવી દુર્ગાના નવ અવતારોની પૂજા કરે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ રવિવાર, 15 ઓક્ટોબર 2023થી શરૂ થઈ છે. જો તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હો તો આ દિવસો દરમિયાન કેટલીક વસ્તુઓ ખરીદીને ઘરે લાવો.
દુર્ગા માતાના પગલા
શારદીય નવરાત્રિ દરમિયાન, દુર્ગા માતાના પગલાનાં નિશાન ખરીદો અને તેમને તમારા ઘરે લાવો અને તેમની પૂજા કરો. દુર્ગા માતાના પગલાનાં નિશાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. ઘરમાં ઉંબરે પગલા લગાવવાને ખુબજ શુભ માનવામાં આવે છે.
માતાજીની ચૂંદ઼ડી
નવરાત્રિ દરમિયાન લાલ, પીળા કે ગુલાબી રંગની સાડી અથવા ચૂંદડી ચોક્કસથી ખરીદો. આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન દુર્ગા માતાને લાલ, પીળી અથવા ગુલાબી ચૂંદડી અથવા સાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થશે
દુર્ગા માતાની મૂર્તિ
આ વખતે શારદીય નવરાત્રિ પર દુર્ગા માતાની મૂર્તિ તમારા ઘરમાં ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો. આમ કરવાથી દેવી ભગવતી તમારા પર આશીર્વાદ વરસાવશે.
લાલ ચંદનની માળા
શારદીય નવરાત્રિ દરમિયાન લાલ ચંદનની માળા ખરીદીને ઘરે લાવવી. લાલ ચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનને ખુશીઓથી ભરી દે છે