• ભગવાન વિષ્ણુ અને સત્યનારાયણની કરાય છે પૂજા
  • આ દિવસે રાતે ચંદ્રમાની પૂજા કરીને અર્ધ્ય અપાય છે
  • સ્નાન-દાનથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે

ચૈત્ર મહિનાની પૂનમને ચૈત્ર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ પૂનમ ચૈતી પૂનમના નામે પણ ઓળખવામાં આવે છે. આ હિંદુ વર્ષનો પહેલો મહિનો છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને સત્ય નારાયણની પૂજા કરાય છે. આ દિવસે હનુમાન જયંતી પણ ઉજવવામાં આવે છે. આ દિવસે રાતે ચંદ્રની પૂજા કરાય છે અને તેમને અર્ધ્ય અપાય છે. આ ઉત્સવ 23 એપ્રિલે ઉજવાશે. આ દિવસે સ્નાન-દાનથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસની સાથે કેટલાક ખાસ નિયમ પણ જોડાયેલા છે. તો જાણો આ દિવસે શું ન કરવું.

ચૈત્ર પૂનમે ન કરો આ કામ

  • આ દિવસે ભૂલથી પણ મોડે સુધી સૂવું નહીં. આ દિવસે સવારે જલ્દી ઊઠીને સ્નાન કરો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ દિવસે દાન-દક્ષિણાનું ખાસ મહત્ત્વ હોય છે.
  • આ દિવસને પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ તામસિક ભોજન, માંસાહાર અને દારુનું સેવન કરવું નહીં. માનવામાં આવે છે કે આ દિવસે તામસિક ભોજનના સેવનથી મન-મસ્તિષ્ક પર નકારાત્મક અસર થાય છે. આ દિવસે સાત્વિક ભોજનનો મહિમા છે.
  • ચૈત્ર પૂનમના દિવસે તુલસીના પાન તોડવાની ભૂલ ન કરવી. તુલસીના પાન ભગવાન વિષ્ણુને પ્રિય છે. આ દિવસે તુલસીના પાન તોડવાનું અશુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા મળતી નથી.
  • પૌરાણિક માન્યતા અનુસાર પૂર્ણિમાની રાતે દહીંનું સેવન કરવું નહીં. તેનાથી ચંદ્રદોષ લાગે છે. જીવનમાં ધનહાનિ સહિત અનેક મુશ્કેલીઓ આવે છે. રાતે દહીં ખાવાથી હેલ્થની સમસ્યાઓ પણ વધે છે.
  • પૌરાણિક માન્યતાઓ અનુસાર પૂનમની રાતે ચંદ્રનો પ્રભાવ સૌથી વધારે રહે છે. આ રાતે તે પૂર્ણ કળાઓથી સંપન્ન હોય છે. આ દિવસે કોઈ પણ કામ કરવાથી બચવું જેનાથી ચંદ્રદોષ લાગે.
  • આ દિવસે મનને શાંત રાખવું અને ક્રોધ, ઈર્ષ્યા અને નકારાત્મક વિચારોથી બચીને રહેવું. 

  • Follow us on: