- આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્યનું છે મહત્ત્વ
- ભગવાન ગણેશ, શિવજી અને વિષ્ણુજીની પૂજાનું છે મહત્ત્વ
- સવારે પ્રદોષકાળમાં પૂજા કરી શકાય છે
કારતક મહિનાની અમાસ એટલે કે 12 નવેમ્બરે દિવાળીનો તહેવાર ઉજવાય છે. આ પછી 15 દિવસ પછી કારતક પૂનમે દેવ દિવાળી ઉજવાશે. આ તહેવારને લઈને માન્યતા છે કે મનુષ્ય જ નહીં પણ દેવતાઓ પણ આ દિવસે ખુશીના દીવા કરે છે. આ માટે તેને દેવ દિવાળી કહેવામાં આવે છે.
ક્યારે ઉજવાશે દેવ દિવાળી
દેવ દિવાળીનો તહેવાર કારતક પૂનમે ઉજવાશે. જે આ વર્ષે 27 નવેમ્બરે છે પણ શાસ્ત્રો અનુસાર આ તહેવાર 26 નવેમ્બરે ઉજવાશે. તો જાણો શું છે ખાસ મૂહૂર્ત.
- કારતક પૂનમ તિથિ પ્રારંભ - 26 નવેમ્બર બપોરે 3.53
- કારતક પૂનમ તિથિ સમાપ્ત - 27 નવેમ્બર બપોરે 2.45 સુધી
- પ્રદોષ કાળ દેવ દિવાળી પૂજા મૂહૂર્ત - 26 નવેમ્બર સાંજે 5.08થી 7.47 સુધી
દિવાળીના 15 દિવસ બાદ શા માટે ઉજવાય છે દેવ દિવાળી
દેવ દિવાળી એટલે કે દેવતાઓની દિવાળી. આ દિવાળીની ઉજવણીને લઈને અનેક પ્રથાઓ અને માન્યતાઓ છે. તેમાંથી એક કથા અનુસાર કારતક મહિનાની પૂનમે ભગવાન શિવા ત્રિપુરાસુર નામનો રાક્ષસનો વધ કર્યો હતો. નરકાસુરનો વધ કરીને તેમને દેવતાઓના આતંકથી મુક્ત કર્યો હતો. આ આતંકથી મુક્ત થવાની ખુશીમાં તમામ દેવતાઓએ કાશીમાં અનેક દીવા કર્યા અને ઉત્સવ ઉજવ્યો હતો. આ પછી દર વર્ષે આ તિથિમાં કારતક પૂનમે અને દિવાળીએ 15 દિવસ બાદ દેવ દિવાળી ઉજવાય છે.
શું છે દેવ દિવાળીનું મહત્ત્વ
દેવ દિવાળીનો તહેવાર હિંદુ ધર્મનું સૌથી શુભ દિવસ હોય છે. આ દિવસે લોકો પવિત્ર નદીમાં સ્નાન કરે છે, દાન પુણ્ય કરે છે અને દીપદાન કરે છે. ખાસ કરીને કાશી અને ગંગાઘાટના કિનારે આ દિવસે ખૂબ દીપદાન કરાય છે.
દેવ દિવાળીની પૂજા વિધિ
આ દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો. જો કોઈ કારણ સર નદીમાં સ્નાન કરવાનું શક્ય નથી તો નહાવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરે. આ પછી સાફ કપડા પહેરો અને સૂર્યદેવને અર્ધ્ય આપો. આ દિવસે ભગવાન ગણેશ, શિવજી અને વિષ્ણુજીની પૂજા કરવી. પૂજામાં હળદર, કુમકુમ, ચંદન, અક્ષત, સોપારી, મૌલી, જનોઈ, દૂર્વા, પુષ્પ, ફળ અને નૈવેધ અર્પણ કરો. આ પછી ધૂપ અને દીવો કરીને આરતી કરો. આ દિવસે સવારની સાથે જ પ્રદોષકાળમાં પણ પૂજા કરવી.