• અગિયારસના દિવસે ચોખાનું સેવન ટાળવું
  • આ દિવસે તુલસીના પાન તોડવા નહીં
  • કોઈ પ્રતિ દ્રેષ કે ઈર્ષ્યા રાખવા નહીં

હિંદુ ધર્મ શાસ્ત્રોમાં એકાદશી એટલે કે અગિયારસની તિથિનું વિશેષ મહત્ત્વ છે. આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અને વિધિવત પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ મળે છે. માન્યતા અનુસાર અગિયારસના વ્રતનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની અગિયારસની તિથિએ આ વ્રત કરાય છે. તો જાણો આ દિવસે શું ન કરવું.

આ વ્રત 17 જુલાઈ બુધવારે રખાશે

વૈદિક શાસ્ત્રના અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસની તિથિએ દેવશયની અગિયારસના નામે ઓળખાય છે. આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની ઉપાસના કરાય છે. ઉલ્લેખનીય છે કે આ વ્રત 17 જુલાઈ બુધવારે રખાશે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસથી 4 મહિના માટે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જાય છે અને દેવઉઠી અગિયારસના દિવસે જાગે છે. તો જાણો કયા કામ કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે.

ભૂલથી પણ ન કરો આ કામ

  • જ્યોતિષના અનુસાર દેવશયની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ પાપથી મુક્તિ મેળવી લે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરો. માન્યતા છે કે ભગવાનને તુલસી પત્ર પ્રિય છે. પણ ભગવાન વિષ્ણુને તુલસી અર્પિત કરતી સમયે ખાસ ધ્યાન રાખવું કે એકાદશીએ તુલસી ન તોડો. ન આ દિવસે તુલસીમાં જળ ચઢાવો. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.
  • શાસ્ત્રોના અનુસાર દેવશયની એકાદશીના દિવસે ખાનપાનનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. આ દિવસે ચોખાનું સેવન કરવું નહીં. એટલું નહીં આ દિવસે ચોખાનું દાન કરવું વર્જિત માનવામાં આવે છે. જો કોઈ એવું કરે છે તો આવનારા જન્મમાં વ્યક્તિને ઘસાઈને ચાલનારા પ્રાણીની શ્રેણીમાં સ્થાન મળે છે. સાથે જ આ દિવસે ડુંગળી, લસણ જેવા તામસિક પદાર્થોનું સેવન કરવું નહીં.
  • એકાદશી વ્રતની મર્યાદાને કાયમ રાખવા માટે દેવશયની એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું. સાથે ક્રોધમાં પણ સંયમ રાખવો. એકાદશીનું વ્રત કરનારા વ્યક્તિએ ભૂલથી પણ કોઈ પ્રતિ દ્રેષ કે ઈર્ષ્યા કરવી નહીં. આ સિવાય કોઈને માટે અપશબ્દોનો પ્રયોગ કરવો નહીં.  

  • Follow us on: