- ઘરના મુખ્ય દરવાજો કરો દીવો
- ઘરની સાફ સફાઈ કરીને બનાવો રંગોળી
- ઘરે માંગવા આવેલાને ખાલી હાથે પાછા ન મોકલો
દિવાળીનો ઉત્સવ પ્રકાશ અને ખુશીઓનો છે. આ દિવસને ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી ધરતી પર આવીને ભક્તોને આશીર્વાદ આપે છે અને તેમની કૃપા વરસાવે છે. દિવાળીની રાતે માતા લક્ષ્મીને અનેક ઘરમાં નિવાસ કરે છે. આ સમયે ભક્તો માતાની કૃપા મેળવવા અનેક ઉપાયો પણ કરે છે. તો ધ્યાન રાખો આ દિવસે શું કરવું અને શું નહીં. જેથી તમે માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો.
સૂર્યોદય પહેલા કરો તૈયારી
શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનની તૈયારી સૂર્યોદય પહેલા કરી લેવી જોઈએ, આ દિવસે ચોખ્ખા કપડા પહેરવા. દિવાળીના દિવસે ગણેશ-લક્ષ્મીની પૂજા સમયે લાલ કપડાંને ધારણ કરવાનું શુભ માનવામાં આવે છે.
ઘરના મુખ્ય દરવાજે દીવો કરો
આ દિવસે ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ દીવો કરવો. એવામાં મતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં નિવાસ કરવા માટે પ્રવેશ કરે છે.
ઘરની સાફ સફાઈ કરી રંગોળી કરો
દિવાળી પૂજા કરતા પહેલા ઘરની સાફ સફાઈ કરી લેવી જોઈએ, આ દિવસે ફૂલ, કેરીના પાન અને રંગોળીથી ઘરને સજાવો. માન્યતા છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે.
ઘરના કોઈ ખૂણામાં ગંદગી ન રાખો
ઘરના મુખ્ય દરવાજા પર કે ઘરની અંદર ક્યાંય ગંદગી ન રાખો. આવું હશે તો માતા લક્ષ્મીનું આગમન નહીં થાય અને તે પરત ફરશે. જેથી તમને નુકસાન થશે.
કોઈને ખાલી હાથ ન મોકલો
દિવાળીના દિવસે કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદને દરવાજાથી ખાલી હાથે પરત ફરવા દેવા નહીં.