
ગુજરાત સહિત દેશભરમાં આજે ગણેશોત્સવના તહેવારની ઉજવણીનું સમાપન થશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગણેશ વિસર્જનને લઈને રાજ્યમાં ઠેર ઠેર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં ગણેશ વિસર્જનને લઈને તસવીરો સામે આવી છે. વડોદરામાં ધોધમાર વરસાદ વચ્ચે શ્રદ્ધાળુઓએ ગણેશ વિસર્જન કર્યું. ભક્તોએ વડોદરામાં પૂર ન આવે તેવી ગણેશજીને કરી પ્રાર્થના કરી. વાજતે ગાજતે ગણપતિ બાપ્પાને અપાઈ વિદાય

આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્ય ભરમાં શ્રદ્ધાળુઓ ગણેશજીની માટીની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે, ભક્તો દ્વારા ગણેશજીનું પૂજન કરવામાં આવે છે

વાજતે-ગાજતે ભક્તો જે રીતે ગણેશજીનું સ્થાપન કરે છે તે જ રીતે બાપ્પાને વિદાય અપાઈ રહી છે, વરસાદી માહોલમાં પણ ભક્તો આ તહેવારનો આનંદ લઈ રહ્યા છે

રાજ્યમાં વરસાદનું ભારે જોર છે, અને બીજી બાજુ ગણોશોત્સવ સમાપનનો તહેવાર છે, વરસતા વરસાદ વચ્ચે ભક્તો ભક્તિની દેખાઈ

ગણેશ ચતુર્થીમાં ભગવાન ગણેશજીનું સ્થાપન અને વિધવિત પૂજન કરાય છે, ત્યારબાદ નદી કાઠા અને તળાવમાં આ માટીની મૂર્તિનું વિસર્જન કરાય છે

વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાને લઈને નદીઓ અને તળાવની આસપાસ વિસર્જન માટેના ખાસ કુંડ બનાવાયા છે, આ કુંડમાં જ ત્યાંના માણસો ભક્તો ગણેશજીની મૂર્તિને તળાવમાં લઈ જઈ વિર્સજન કરે છે