• આ દિવસે લીલા રંગના કપડા પહેરવું મનાય છે શુભ
  • પૂજામાં બિલિપત્ર, ભાંગ, ધતૂરો, જાયફળ, મીઠા પાન રાખવા
  • સફેદ રંગનો ભોગ આ દિવસે શિવજીને અર્પણ કરવો

મહાશિવરાત્રિનું વ્રત વર્ષના સૌથી મોટા અને મહત્ત્વના વ્રતમાં ગણાય છે. માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે મહાદેવનું મનથી કરાયેલું પૂજન તમામ ઈચ્છાઓ પૂરી કરે છે. આ દિવસે મહિલાઓ અને પુરુષો બંને વ્રત રાખે છે કેમકે કન્યાઓ આ વ્રતને સારા વરની પ્રાપ્તિ માટે રાખે છે. પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતી અને મહાદેવના વિવાહ થયા હતા. આ કારણે આ મહિને માસિક શિવરાત્રિનું વ્રત પણ રખાય છે. વર્ષમાં એકવાર મહાશિવરાત્રિની ઉજવણી કરાય છે. તો જાણો આ વર્ષે મહાશિવરાત્રિ ક્યારે છે અને કઈ રીતે ભોલેનાથને પ્રસન્ન કરાશે.

મહાશિવરાત્રિનું વ્રત

પંચાંગ અનુસાર ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મહાશિવરાત્રિનું વ્રત રખાશે. આ વર્ષે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિની શરૂઆત 8 માર્ચે સાંજે 9.57 મિનિટે થશે અને તેનો અંત 9 માર્ચ સાંજે 6.17 મિનિટે થશે. આ કારણે તે શુક્રવારે 8 માર્ચે ઉજવાશે. મહાશિવરાત્રિની પૂજાનું શુભ મૂહૂર્ત 4 પ્રહરમાં જોવા મળી રહ્યું છે. તો જાણો સમય.

મહાશિવરાત્રિના ચાર પ્રહરના મૂહૂર્ત

  • રાતના પ્રથમ પ્રહર પૂજાનું શૂભ મૂહૂર્ત - સાંજે 6.25થી રાતના 9.28 સુધી
  • રાતના બીજા પ્રહર પૂજાનું શૂભ મૂહૂર્ત - રાતે 9.28 થી 9 માર્ચ 12.31 મિનિટ સુધી
  • રાતના તૃતીય પ્રહર પૂજાનું શૂભ મૂહૂર્ત - રાતે 12.31થી સવારે 3.34 મિનિટ સુધી
  • રાતના ચતુર્થ પ્રહર પૂજાનું શૂભ મૂહૂર્ત- સવારે 3.34થી સવારે 6.37 સુધી

જાણો કયા રંગના કપડા પહેરવા નહીં

મહાશિવરાત્રિના દિવસે સવારે સ્ન્નાન કર્યા પછી ચોખ્ખા કપડાં પહેરો. આ દિવસે લીલા રંગના કપડાં પહેરો. ભૂલથી પણ આ દિવસે કાળા કપડાં પહેરવા નહીં. પૂજા સમયે બિલિપત્ર, ભાંગ, ધતૂરો, જાયફળ, મીઠા પાન અને સફેદ રંગની મિઠાઈનો ભોગ ધરાવો. તેનાથી તમારી પૂજા પૂરી થશે. 

  • Follow us on: