- સૂર્ય 14 જાન્યુઆરીએ રાતે 2.42 મિનિટે મકર રાશિમાં કરશે ગોચર
- આ દિવસે કાળા તલ, ગોળ, સોનાનું દાન, ઊનના કપડાંનું દાન કરવું
- સૂર્યની રાશિ પરિવર્તન બાદ સંક્રાંતિનો પુણ્ય કાળ 15 જાન્યુઆરીએ બનશે
હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિના પર્વનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે સૂર્ય ધન રાશિથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. નવા વર્ષે સૌથી પહેલો તહેવાર આ જ આવે છે. મકર સંક્રાંતિ હિંદુ ધર્મનો પ્રમુખ તહેવાર માનવામાં આવે છે. આમ તો મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવાય છે પણ વર્ષ 2024માં તે 15 જાન્યુઆરીએ ઉજવાશે.
શા માટે 15 જાન્યુઆરીએ ઉજવાશે ઉત્તરાયણ
ગ્રહોના રાજા સૂર્ય 14 જાન્યુઆરી 2024ની અડધી રાતે 2.42 મિનિટે મકર રાશિમાં ગોચર કરશે. ઉદયા તિથિ 15 જાન્યુઆરીએ આવશે. એવામાં ઉત્તરાયણ 15 જાન્યુઆરીએ ઉજવાશે. સૂર્યાસ્તના બાદ રાશિ પરિવર્તન કરવાથી આ વર્ષે મકર સંક્રાંતિનો પુણ્ય કાળ 15 જાન્યુઆરીએ રહેશે. આ વર્ષે મકર સંક્રાંતિ અશ્વ પર સવાર થઈને આવશે. એટલે કે તેમનું વાહન અશ્વ રહેશે અને ઉપવાહન સિંહની હશે. મકર સંક્રાંતિના આગમનની સાથે જ એક મહિનાનો ખરમાસ પણ સમાપ્ત થશે.
ઉત્તરાયણના છે અનેક નામ
ભારતના અલગ અલગ રાજ્યોમાં મકર સંક્રાંતિને અનેક નામથી ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિને ગુજરાતમાં ઉત્તરાયણ, પૂર્વી ઉત્તરપ્રદેશમાં ખીચડી, દક્ષિણ ભારતમાં પોંગલના રૂપમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર સૂર્યના રાશિ પરિવર્તનના અવસરે ઉજવાય છે. ધનમાસની સંક્રાંતિ સમાપ્ત થતાં જ મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે. અલગ અલગ પ્રકારોથી શાસ્ત્રીય મહત્ત્વવાળા દાન પુણ્યના કાર્યક્રમનો આરંભ થશે.
કઈ વસ્તુઓનું કરશો દાન
ઉત્તરાયણના દિવસે મહાપર્વ કાળના સમયે ચોખા, મગની દાળ, કાળા તલ, ગોળ, તાંબાનો કળશ, સોનાનું દાન, ઊનના વસ્ત્રોનું દાન કરવાથી સૂર્યની અનુકૂળતા પિતૃઓની કૃપા ભગવાન નારાયણની કૃપાની સાથે જ મહાલક્ષ્મીની પ્રસન્નતા આપનારા સુકર્મા યોગ પણ મદદ કરશે. કેમકે માન્યતા છે કે આ યોગમાં સંબંધિત વસ્તુઓનું દાન પિતૃઓને તૃપ્ત કરે છે. જન્મકુંડળીના નકારાત્મક પ્રભાવને દૂર કરે છે અને ધન ધાન્યની વૃદ્ધિ કરે છે.
આ દિવસે બનશે રવિયોગ
વર્ષ 2024માં મકર સંક્રાંતિ પોષ મહિનાના શુક્લ પક્ષની પાંચમ 15 જાન્યુઆરીએ રવિ યોગ, શતભિષા નક્ષત્રમાં મનાવાશે. આ દિવસે વારિયાંન યોગ આખો દિવસ રહેશે. રવિ યોગ સવારે 7.15થી 8.07 વાગ્યા સુધી રહેશે.
ઉત્તરાયણના શુભ મૂહૂર્ત
મકર સંક્રાંતિના મહા પુણ્ય કાળ સવારે 7.15 મિનિટથી સવારે 9.00 વાગ્યા સુધી રહેશે. આ સમયમાં તમને મકર સંક્રાંતિના સ્નાન અને દાન કરવું. આ દિવસે મહા પુણ્ય કાળ 1 કલાક 45 મિનિટનો છે. પુણ્યકાળમાં પણ ઉત્તરાયણનું સ્નાન દાન થશે.
2023માં પણ 15 જાન્યુઆરીએ ઉજવાઈ હતી ઉત્તરાયણ
ઉત્તરાયણ 14 જાન્યુઆરીની અડધી રાતે થવાના કારણે 2019, 2020માં પણ આ તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવાયો હતો. 2023માં પણ સૂર્યના મકર રાશિમાં 14 જાન્યુઆરી બપોર બાદ પ્રવેશ કરવાથી સંક્રાંતિ પર્વના 2 દિવસ 14 અને 15 જાન્યુઆરીએ ઉજવાયો હતો. આ પર્વ 80થી 100 વર્ષમાં એક દિવસ આગળ વધે છે. 2080થી 15 જાન્યુઆરીએ જ ઉત્તરાયણ ઉજવાશે.