• શુક્ર ઐશ્વર્ય, વૈભવ અને સૌંદર્યોનો કારક ગ્રહ
  • મેષ, સિંહ અને વૃશ્વિક રાશિને થશે ફાયદો
  • આવકના સોર્સ વધશે, સંતાન સુખ મળશે

સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. માન્યતા છે કે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને પ્રિય છે. આ દિવસે પૂજા પાઠ કરવાથી અને વ્રત કરવાથઈ ભક્તોને ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ મળે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર મોહિની ભગવાન વિષ્ણુનો એકમાત્ર સ્ત્રી અવતાર છે જે તેમને સમુદ્ર મંથન સમયે નીકળેલા અમૃતની રક્ષા માટે લીધો હતો.

ક્યારે ઉજવાશે મોહિની એકાદશી

પંચાંગ અનુસાર 2024માં આ તિથિ 19 મેના રોજ ઉજવાશે. આ દિવસે ઐશ્વર્ય, વૈભવ અને સૌંદર્યના ગ્રહ શુક્ર પોતાનું રાશિ પરિવર્તન કરશે. તે મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં જશે. તો જાણો આ રાશિ પરિવર્તનથી કોને થશે ફાયદો.

3 રાશિના લોકોને થશે લાભ

મોહિની એકાદશીના દિવસે શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે મેષ, સિંહ અને વૃશ્વિક રાશિના લોકોને ફાયદો થશે. તે ભાગ્યોદયનો સમય રહેશે. શુક્રના રાશિ પરિવર્તન અને વૃષભમાં ગોચરથી ઉપરની 3 રાશિના લોકોને લાભ થશે. આવકના સોર્સ વધશે અને સાથે જ વ્યવસાયમાં પણ વધારો થશે. શિક્ષણ સાથે સંબંધિત લોકોની પ્રગતિ થશે. સંતાન સુખ વધશે અને સાથે જીવનસાથીનો સહયોગ મળશે.

મોહિની એકાદશીએ કરો આ ઉપાયો

આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘર-પરિવારમાં હંમેશા ફાયદો થાય છે અને સુખ અને શાંતિ કાયમ રહે છે. એવામાં મોહિની એકાદશીના દિવસે કેટલાક ઉપાય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.

પીપળાના પાનથી કરો આ ઉપાય

માન્યતા છે કે પીપળાના પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ રહે છે. એવામાં મોહિની એકાદશીના દિવસે 21 પીપળાના પાન પર ઓમ વિષ્ણવે નમઃ લખો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. તેનાથી જલ્દી સારા સમાચાર મળશે.

ફિરનીનો ભોગ ચઢાવો

મોહિની એકાદશીએ પીળા રંગના કપડાં પહેરો અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. સાથે તેમને દૂધ અને ચોખાથી બનેલી ફિરનીનો ભોગ ધરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સાથે તમારી મનોકામના પૂરી કરે છે.

કેળાના ઝાડની પૂજા કરો

જ્યોતિષના અનુસાર કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. મોહિની એકાદશીએ કેળાના ઝાડની સામે ઘીનો દીવો કરો. આ પછી તેની વિધિ વિધાન સાથે પૂજા કરો. તેનાથી વ્યક્તિ પર આર્થિક સંકટ ઘટશે અને જીવનમાં શાંતિ રહેશે. 

  • Follow us on: