23 ઑક્ટોબર, 2025 થી સૂર્ય સાથે એક નહીં પરંતુ બે ગ્રહો એકસાથે 150°નો કોણ બનાવી રહ્યા છે. આ બંને ગ્રહો છે.યુરેનસ (અરુણ) અને નેપ્ચ્યુન (વરુણ).જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહો વચ્ચેનો 150°નો આ કોણીય સંબંધ ષડાષ્ટક યોગ કહેવાય છે. આ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો પરસ્પર છઠ્ઠા (ષડ) અને આઠમા (અષ્ટ) ભાવમાં સ્થિત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય સાથે અરુણ અને વરુણનો આ ષડાષ્ટક યોગ એક દુર્લભ જ્યોતિષીય ઘટના છે. તેનો પ્રભાવ બધી રાશિઓ પર પડશે, પરંતુ ત્રણ રાશિના જાતકો માટે તે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. આવો જાણીએ કઈ ત્રણ રાશિઓ પર તેની નકારાત્મક અસર થશે અને તેમાંથી રાહત મેળવવા માટે કયા ઉપાય કરવાથી લાભ થશે.

મેષ રાશિ

આ સમય માનસિક તણાવ અને કાર્યસ્થળ પર અવરોધો લાવી શકે છે. સહકર્મચારીઓ સાથે મતભેદ કે અણબનાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. ઘરમાં પણ કોઈ બાબતે વિવાદ અથવા અસહમતિ શક્ય છે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. જૂના કોઈ નિર્ણય અંગે શંકા ઊભી થઈ શકે છે.

ઉપાય: નિયમિત ધ્યાન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ચંદન અથવા લાલ વસ્ત્રનું દાન કરવું લાભદાયક રહેશે.

કર્ક રાશિ

આ યોગના પ્રભાવથી કુટુંબજીવનમાં અસ્થિરતા આવી શકે છે. ખાસ કરીને માતા-પિતા અથવા સંતાનો સંબંધિત નિર્ણયોમાં મુશ્કેલી થઈ શકે છે. આરોગ્ય બાબતે બેદરકારી ન રાખવી, જૂની તકલીફ ફરીથી ઉઠી શકે છે. નાણાકીય લેવડદેવડમાં સાવધ રહો અને ઉધાર આપવું કે લેવું ટાળો. મનમાં નકારાત્મક વિચારો વારંવાર આવી શકે છે.

ઉપાય: સવારે ગંગાજળથી સ્નાન કરો અથવા તેનો છંટકાવ કરો. શાંત વાતાવરણમાં યોગ અથવા પ્રાણાયામ કરો.

વૃશ્ચિક રાશિ

આ સમય કારકિર્દીમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે પડકારરૂપ બની શકે છે. ઘર કે કાર્યસ્થળે વરિષ્ઠ લોકો સાથે અણબનાવ કે કામનો દબાવ વધી શકે છે. ભાગીદારી કે લગ્નસંબંધોમાં મતભેદ થઈ શકે છે.આત્મવિશ્વાસમાં ઘટાડો અને ચિડીયાપણુ અનુભવાઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠા પર પણ અસર થઈ શકે છે, તેથી વાણી પર નિયંત્રણ રાખો.

ઉપાય: સૂર્યને અર્ધ્ય આપો અને લીલા રંગની કોઈ પણ વસ્તુનું દાન કરો.

(Disclaimer અહીં આપેલી માહિતી જ્યોતિષની માન્યતાઓ પર આધારિત છે અને ફક્ત માહિતી માટે આપવામાં આવી રહી છે.સંદેશ ન્યુઝ આની પુષ્ટિ કરતુ નથી. )