જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કોઈપણ ખગોળીય ઘટનાની સીધી અસર દેશ અને દુનિયા પર પડે છે. ગ્રહો અને નક્ષત્રોની દશા અને દિશા પરિવર્તન વ્યક્તિની કુંડળીને પ્રભાવિત કરે છે. વર્ષ 2026માં શનિ ગ્રહ ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન કરશે. શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળના દાતા માનવામાં આવે છે. તેથી 2026 વર્ષ જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે, કારણ કે આ વર્ષે દંડાધિકારી શનિદેવ પૂરી ત્રણ વખત નક્ષત્ર બદલશે.
શનિના ગોચરની સીધો અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ ત્રણ ખાસ રાશિઓ એવી છે જેમની કિસ્મત શનિના આ પરિવર્તનો દરમિયાન ખીલી ઉઠશે. દ્રિક પંચાંગ મુજબ, આ ગોચર મીન રાશિમાં જ થતા હોવાથી અનેક લોકોના આર્થિક, વૈવાહિક જીવન અને કરિયરમાં મોટો અસર કરશે.
શનિ નક્ષત્ર ગોચર 2026: ત્રણ વખત નક્ષત્ર બદલશે
20 જાન્યુઆરી બપોરે 12:13 વાગ્યે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ
17 મે બપોરે 3:49 વાગ્યે રેવતી નક્ષત્રમાં ગોચર
9 ઓક્ટોબરે સાંજે 7:28 વાગ્યે ફરી એક વખત ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ
આ બધાં પરિવર્તનોનો યોગ મીન રાશિમાં બનતો હોવાથી ત્રણ મુખ્ય રાશિઓ પર ખૂબ શુભ અસર થશે. આવો જાણીએ કે કઈ ત્રણ રાશિઓને કયા ક્ષેત્રોમાં શુભ પરિણામ મળશે.
કર્ક રાશિ:
સંબંધો અને કરિયરમાં શુભ ફળ, 2026 કર્ક રાશિવાળાઓ માટે સંતુલન અને લાભનું વર્ષ રહેશે.શનિની કૃપાથી મોટી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. આર્થિક સ્થિતિ સામાન્ય અને સ્થિર રહેશે. અવિવાહિત જાતકોનો સંબંધ વર્ષના અંત સુધી નક્કી થઈ શકે છે. વિદેશમાં રહેતા કોઈ મિત્રથી લાભના યોગ બનશે. એક સાવચેતી: કોઈ નજીકના વ્યક્તિ પાસેથી ઉધાર ન લેવું.
સિંહ રાશિ:
પ્રમોશન અને સંપત્તિના યોગ સિંહ રાશિવાળા આ વર્ષે શનિદેવની વિશેષ કૃપાના પાત્ર બનશે. નોકરીયાત લોકોની વર્તણૂક અને મહેનતનું ફળ મળશે. પ્રમોશનના પ્રબળ યોગ છે. બિઝનેસ કરતા લોકો માટે નવું ઘર અથવા વાહન ખરીદવા માટેનો સમય શુભ રહેશે. પરંતુ વિવાહ માટે 2026 સિંહ રાશિ માટે અનુકૂળ વર્ષ નથી માનવામાં આવતું.
મીન રાશિ:
સંબંધ મજબૂત થશે અને આવકમાં વધારો થશે. મીન રાશિ પર જ શનિના ત્રણ ગોચર થવાથી આ વર્ષ અત્યંત શુભ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે. લાંબી મુસાફરીના યોગ બનશે. ભાગીદારીવાળા વ્યવસાયમાં નફો વધશે. રોકાણથી આર્થિક મજબૂતી આવશે. મીન રાશિના જાતકોએ આરોગ્ય વિશે ખાસ ધ્યાન રાખવું, બહારનું ખાવું ઓછું કરવું.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )