આ વર્ષે ચંદ્રગ્રહણ રવિવાર 7 સપ્ટેમ્બર 2025ના દિવસે લાગવા જઇ રહ્યુ છે. પૂર્ણ ચંદ્રગ્રહણ હોવાને કારણે તેની અસર ભારતમાં પણ જોવા મળશે. આ ચંદ્રગ્રહણ સૂતક કાળમાં લાગી રહ્યું છે, જેના કારણે તેની અસર ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ પર પડી શકે છે. તેથી ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ચંદ્રગ્રહણ રવિવારે રાત્રે 9 વાગી ને 58 મિનિટથી શરૂ થઈને 8 સપ્ટેમ્બરના રાત્રે 1 વાગી ને 26 મિનિટે પૂરુ થશે. આ સમય દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી માતા અને બાળક બંને સ્વસ્થ રહી શકે.

ચંદ્રગ્રહણ દરમિયાન મહિલાઓએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

ગ્રહણ દરમિયાન બનેલા ખોરાકનો સેવન ન કરો
ચંદ્રગ્રહણ દરમિયાન ઘરમાં બનાવેલો ખોરાક ગ્રહણ પૂરુ થયા પછી ન ખાવો જોઈએ. ગ્રહણ પૂરુ થયા પછી તાજું ખાવાનું બનાવવું અને તેનું સેવન કરવું જોઈએ. ગ્રહણ સમયે વાતાવરણમાં નકારાત્મક ઊર્જા વધી જાય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક થઈ શકે છે.

ચંદ્રગ્રહણ પહેલાં અને પછી સ્નાન કરો
ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ પૂરુ થયા પછી થોડુંક ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. જૂના કપડાં બદલીને સ્વચ્છ નવા કપડાં પહેરવા જોઈએ.

અણીદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો
ગર્ભવતી મહિલાઓએ ચંદ્રગ્રહણ દરમિયાન અણીદાર વસ્તુઓ જેવી કે સોય, ધારદાર છરી, કાતર વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન સીધુ ચંદ્રને જોવાનુ ટાળો.

મંત્ર જાપ કરો
ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ ભગવાનના નામનો જાપ કરી શકે છે. જેથી મન શાંત અને એકાગ્ર થાય છે તેમજ શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

  • Follow us on: