[[$googlead]]
મા અંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ.. આસો માસની એકમથી નવરાતનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ 9 દિવસ દરમિયાન મા જગદંબાની પૂજા કરી તેમની આરાધના કરવામાં આવે છે. સૌ કોઈ ગરબે ઘૂમી મા આદિશક્તીની આરાધના કરે છે. પણ શું તમે આ ‘ગરબો’ શબ્દનો ખરો અર્થ જાણો છો?

[[$alsoread]]

ગરબામાં કેમ હોય છે 27 છીદ્રો?

આપણે કાણાવાળી માટલી કે જેમાં અખંડ જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજા કરીએ છીએ.. તેને આપણે ગરબો કહીએ છીએ. પણ તમને ક્યારેય એ સવાલ થયો છે કે આ માટલીમાં 27 કાણાં જ કેમ હોય છે? કેમ તેને માથે લઈને કે તેને વચ્ચે સ્થાપિત કરીને તેની ફરતે ગરબા કે રાસ રમવાનું મહત્વ છે?

‘ગરબો’ એ બ્રહ્માંડનું પ્રતિક છે. ગરબામાં કુલ 27 છિદ્રો હોય છે. જેમાં 9 છિદ્રોની ત્રણ લાઈન એટલે કુલ 27 છિદ્રો થાય.. આ 27 છીદ્રો નક્ષત્ર સાથે સામ્યતા ધરાવે છે. એક નક્ષત્રને ચાર ચરણ હોવાથી તેને ચાર વડે ગુણવામાં આવે તો 108નો અંક મળે છે. અને આપણા હીન્દુ ધર્મમાં 108નું અલગ જ મહત્વ છે. નવરાત્રીમાં ગરબો માથે લઈને અથવા વચ્ચે સ્થાપિત કરીને તેની ફરતે ગરબા રમવાની પરંપરા છે.

108 વખત ગરબો રમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું મળે છે પુણ્ય

એવું માનવામાં આવે છે કે નવરાત્રીમાં માના ગરબાને મધ્યમાં રાત્રીને 108 વખત ગરબી રમવાથી કે ગોળ ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. આજ કારણે આપણી નવરાત્રીના ઉત્સવની પરંપરામાં ગરબા કે રાસ રમવાનું મહત્વ છે.

  • Follow us on: