અમદાવાદ (ગુજરાત) [ભારત], ૧૭ જુલાઈ: સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ ચારે યુગમાં વાદત ભાષાના માધ્યમથી મંત્ર અને મંત્રશક્તિપાતની રચના ઋષિમુનિઓ દ્વારા પણ થઇ નથી. ઋષિમુનિઓ અને જ્ઞાનીઓએ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી જેવી ભાષાઓના માધ્યમથી મંત્રો, દોહા, ચોપાઇ, શ્લોક વગેરેની રચના કરી. જેનાથી મનુષ્ય જાતિને પોતાનું પુણ્ય વધારવામાં અને ઈશ્વરની ભક્તિ કરવામાં સહાયતા મળી. પરંતુ વાદત ભાષામાં કોઇપણ જ્ઞાનીજનનું ધ્યાન ગયું નહિ, જેના કારણે મંત્રના કોષ્ટકના માધ્યમથી મંત્ર રચવાની ઘટના શક્ય બની શકી નહિ.
વાદત ભાષામાં હમણાં મંત્ર રચાય એવું કદાચ ઈન્દ્રલોકના દેવતાઓ ઇચ્છતા નહીં હોય, કારણકે તેઓ જાણતા હતા કે કળિયુગમાં વાદત ભાષા અને એના મંત્રોની ખૂબ જ જરૂરિયાત ઊભી થશે અને એટલે જ કળિયુગ જ્યારે ચરમસીમાએ પહોંચી રહ્યો હતો ત્યાં સુધી દેવતાઓએ કોઇ જ્ઞાનીને આ કરવાની પ્રેરણા કરી નહિ. ઈન્દ્રલોકના દેવતા અને વાદત ભાષાનું જ્ઞાન કોને નિમિત બનાવીને કળિયુગમાં લોકો સુધી પહોંચાડવામાં આવે એનું નિર્માણ જ્યારે નક્કી થયું તે સમયે અમદાવાદમાં રહેતા કાપડના વેપારી અશોકકુમાર હિંમતલાલ શાહ અને તેમના ધર્મપત્ની પ્રતિમાબેનના કુખેથી 8 ફેબ્રુઆરી, 1977 ના રોજ દીકરા પ્રિતેશ (આજે ઓમગુરુ તરીકે જાણીતા)નો જન્મ થયો.
ઓમગુરુનું બાળપણ આનંદ અને ઉલ્લાસથી હજુ શરૂ જ થયું હતું બરાબર તે સમયે એમને આઠ વર્ષની ઉંમરે બાળકોમાં થતો અત્યંત દુર્લભ રોગ રૂમેટોઇડ આર્થરાઇટીસ થયો. જે ભારતમાં લાખોમાંથી કોઇ એક બાળકને થાય છે. ઓમગુરુ અચાનક એક ઉમંગ ભરેલા શૈશવમાંથી દુઃખમય અવસ્થામાં આવી પથારીવશ બની ગયા. 1983ના સમયમાં જ્યાં હજારોની રકમ પણ ખૂબ મોટી ગણાતી હતી તે સમયે પિતા અશોકભાઇની લાખો રૂપિયાની મેડીકલ સારવાર પણ ઓમગુરુનો રોગ દૂર કરી શકી નહિ. કુદરતના શ્રાપની સામે પરિવાર સંપૂર્ણપણે હારી ગયો. એમનું શરીર નિષ્પ્રાણ જેવું બની ગયું. ચાલવાની વાત તો છોડી દો હાથ-પગ હલાવવાની કે ખાવાની શક્તિ પણ એમનામાં રહી ન હતી. શરીરનું તીવ્ર દુઃખ અને નિરાશાના અંધકારમય વાદળમાં તેઓ ઘેરાઇ ચૂક્યા હતા. મૃત્યુનો વરસાદ જ એમના માટે એકમાત્ર શાંતિ આપનાર ઉપચાર લાગતો હતો.
પ્રેરણાદાયક વળાંક : મનની શક્તિનો ઉદગમ
મૃત્યુશૈયા પર સૂતેલા ઓમગુરુ માટે એમના દાદા અને પિતાના ગુરુ જૈનઆચાર્ય મિત્રાનંદસુરીશ્વરજી મહારાજે એમને હતાશામાંથી બહાર કાઢી અને દિવ્ય ચૈતન્યની ઊર્જા સાથે એમનો પરિચય કરાવ્યો. તેમણે ઓમગુરુને કહ્યું "તારી આ શારીરિક અસ્થિરતા અને પીડા પાછળ દેવતાઓનું મોટું રહસ્ય છે. કુદરત તારી પાસેથી કોઇ અસામાન્ય ઘટના કરાવવા માંગે છે. તું મારા વચનો પર ચાલી અને માત્ર નિમિત બનવાનું કાર્ય કર. એ જ તારા આ નિરર્થક જન્મને સાર્થક બનાવશે." ઓમગુરુને નાની ઉંમરે પણ ગુરુના શબ્દોએ છેક આત્મા સુધી સ્પર્શ કર્યો. એમણે પોતાના દુઃખને સ્વીકારી લીધું અને હિંમતથી જ્ઞાન માર્ગ પર ચાલવાનો સંકલ્પ કર્યો.
મંત્ર, મંત્રશક્તિપાત અને ચાલીસાની યાત્રા :
શારીરિક અક્ષમતા અને આધ્યાત્મિક જ્ઞાનની સાથે-સાથે માતા પ્રતિમાબેનના આગ્રહથી ઓમગુરુએ શાળા અને કૉલેજનું શિક્ષણ પૂરું કર્યું. એમણે અમદાવાદની એલ.જે. કોમર્સ કૉલેજમાંથી સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો, એટલું જ નહિ UPSC પ્રિલિમનરી પરીક્ષા પણ પાસ કરી. 80% દિવ્યાંગતાને પાછળ મુકી તેમણે ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, વેદ, ઉપનિષદનો ઊંડો અભ્યાસ કર્યો.
મંત્રશાસ્ત્રની રચનામાં નિપુણતા પ્રાપ્ત કર્યા બાદ 1 જૂન, 1992થી લોકોના દુઃખ દર્દ દૂર કરવા તેમને મંત્ર અને મંત્રશક્તિપાતની રચના કરી આપવાના શરૂ કર્યા. 17 જુલાઇ, 1996ના રોજ ઓમકાર સંપ્રદાયની સ્થાપના કરીને મંત્રમાર્ગને નવી દિશા આપી. પરંતુ ઓમગુરુનું કાર્ય મંત્ર અને મંત્રશક્તિપાતની રચના પૂરતું સીમિત ના રહ્યું. તેમણે ઓમકાર ચાલીસા જેવી દિવ્ય ગાથાનું સર્જન કર્યું. જેનો પાઠ આજે 35 લાખથી વધુ લોકો દુનિયામાં કરે છે. ત્યારબાદ તેમણે શ્રી નવદુર્ગા ચાલીસા, ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ ચાલીસા, શ્રીમદ્ ભાગવત્ ચાલીસા, શ્રી સુંદરકાંડ ચાલીસા, શ્રી ચારધામ ચાલીસા, શ્રીકૃષ્ણ બાવની તેમજ 24 તીર્થંકર બાવની જેવી ચાલીસાઓ અને બાવનીની રચના કરી. જે આજે દુનિયાના દરેક માનવીને એમના ભૌતિક દુઃખોને દૂર કરવા માટે સહાયક બની ગયા છે. તેમણે દોહા અને શ્લોકોની પણ રચના કરી.
ઓમગુરુ અને માનવસેવા :
ઓમગુરુ કૉલેજકાળથી દિવ્યાંગ સેવા અને માનવસેવાના માર્ગ પર ચાલવા માટે લોકોને પ્રેરણા આપતા રહ્યા. કોઇ માણસનું દુઃખ દૂર કરવાથી ઈશ્વર તમારું દુઃખ દૂર કરે છે એવી પ્રેરણા તેઓ ભક્તોને આપતા રહ્યા અને પોતે પણ માનવસેવાના કામને વધુ ને વધુ આગળ વધારતા ગયા.
સાહિત્ય અને ભક્તિગીતોનો અદભૂત સમન્વય એટલે ઓમગુરુ :
ઓમગુરુએ 200થી વધુ ભક્તિગીતો, 500થી વધુ ગઝલો અને કવિતાઓ, 200થી વધુ વાર્તાઓ અને નવલકથા, 3 સામાજિક પુસ્તકો અને 20થી વધુ ધાર્મિક પુસ્તકો લખી છે જેમાં વેદાંત ઉપરના ભાષ્યનો પણ સમાવેશ થાય છે.
ઓમગુરુના શરીરે ભલે એમનો સાથ છોડ્યો પરંતુ મંત્રજ્ઞાન અને માનવસેવા દ્વારા આજે દુનિયા તેમને ઓળખે છે. તેમના ભક્તો ઓમગુરુને કોઇ ગુરુ નહીં પરંતુ તેનાથી પણ વિશેષ એક જીવંત ઊર્જા માને છે. ઓમગુરુ માને છે કે ઈશ્વરે તેમને દિવ્યાંગતા એટલે જ આપી કે એમને નિમિત બનાવીને મંત્રનો મહાયજ્ઞ વાદત ભાષામાં સફળ બનાવી શકાય. ઓમગુરુ એ દુઃખને આનંદમાં અને દિવ્યાંગતાને શક્તિમતામાં ફેરવ્યા છે.
માનસિક રીતે હારી જતા અને આત્મહત્યા કરવા પ્રેરાતા લોકો માટે ઓમગુરુ શક્તિનો એક જીવંત પુરાવો છે.
સન્માન અને પ્રશંસા :
2016 - ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. પ્રણબ મુખર્જી પાસેથી દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય એવૉર્ડ એમણે મેળવ્યો.
2019 - ગુજરાતના તત્કાલિન રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે ગ્લોરી ઓફ ગુજરાત એવૉર્ડ ઓમકાર ચાલીસાની રચના તેમજ દિવ્યાંગ સેવા માટે પ્રાપ્ત કર્યો.
ઓમગુરુ એ આજના યુગમાં એક પ્રેરણાદાયક જીવન છે અને એમની અસ્ખલિત વાણી સાંભળવી એ જીવનનો મોટો લ્હાવો છે.
Disclaimer : આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.