વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક દિશા સાથે જોડાયેલા નિયમો વિશે બતાવવામાં આવ્યુ છે. દિશાઓ સાથે જોડાયેલા નિયમોનુ જો તમે પાલન કરો છો તો તમને અનેક લાભની પ્રાપ્તિ થાય છે. તો દિશાઓ સાથે જોડાયેલી ભૂલ તમને ધન હાનિ અને માનસિક તણાવ આપી શકે છે. એવામાં આજે તમને દક્ષિણ પશ્ચિમ દિશા જેને નૈઋત્ય કોણ સાથે જોડાયેલી એવી ભૂલો વિશે જણાવીશું જેના કારણે તમને આર્થિક નુકસાન થઇ શકે છે.

નૈઋત્ય ખૂણા સાથે જોડાયેલી વાતો

વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ-પશ્ચિમ દિશાને નૈઋત્ય ખૂણો કહેવાય છે. આ દિશાનો સંબંધ ક્રૂર ગ્રહો રાહુ અને કેતુ સાથે માનવામાં આવે છે. આ બંને ગ્રહોને નૈઋત્ય દિશાના શાસક માનવામાં આવ્યા છે. તેથી આ દિશામાં થતી નાની ભૂલ પણ મોટું નુકસાન કરી શકે છે.

1. આ દિશામાં મંદિર ન બનાવવું
નૈઋત્ય ખૂણામાં ઘરના અંદર મંદિર બનાવવું બિલકુલ યોગ્ય નથી. આ દિશામાં મંદિર બનાવવાથી માનસિક તણાવ વધી શકે છે. દેવ-દેવતાઓને અહીં સ્થાપિત કરવાથી જીવનમાં ગેરસમજ અને આર્થિક નુકસાન થાય છે. આ દિશાનું મંદિર જીવનના દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ લાવી શકે છે.

2. અહીં પાણીનો સ્થળ ન રાખવો
નૈઋત્ય ખૂણામાં કૂવો, પાણીની ટાંકી કે અન્ય કોઈ પણ જળસ્થળ બનાવવું ટાળવું જોઈએ. આ દિશામાં પાણી હોવું વાસ્તુદોષનું કારણ બને છે. આથી જીવનમાં વારંવાર મુશ્કેલીઓ અને નાણાકીય નુકસાન સર્જાઈ શકે છે.

3. અહીં રસોડું ન બનાવવું
નૈઋત્ય દિશામાં રસોડું હોવું યોગ્ય નથી. આ દિશામાં રસોડું હોવાને કારણે પરિવારના સભ્યોના આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે. જેઓના ઘરમાં રસોડું આ દિશામાં હોય છે, તેમના જીવનમાં હંમેશા ખુશીની અછત રહે છે.

4.આ દિશામાં અંધકાર ન હોવો જોઇએ
નૈઋત્ય ખૂણાને હંમેશા અજવાસ સાથે રાખવો જોઇએ. આ દિશામાં જો અંધકાર વધુ રહે છે તો પણ જીવનમાં પરેશાનીઓનુ કારણ બની શકે છે.

5. આ દિશામાં ભારે સામાન રાખવો યોગ્ય
વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં તિજોરી, ફર્નિચર કે અન્ય કોઈ ભારે સામાન રાખવું શુભ માનવામાં આવે છે. ભારે સામાન આ દિશામાં હોવો ઘરની સ્થિરતા માટે લાભદાયક ગણાય છે.

( અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.)

  • Follow us on: