વિશ્વમાં અનેક લોકો જ્યોતિષમાં માને છે.જ્યોતિષ શાસ્ત્રમાં માનસિક શાંતિ અને સુખ સમૃદ્ધિ માટે મોતી પહેરવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, મોતીનો સંબંધ ચંદ્ર સાથે હોય છે. રત્ન શાસ્ત્ર પ્રમાણે જે લોકોને વધુ ગુસ્સો આવે છે અથવા તો જે લોકોનું મન એકદમ અશાંત રહે છે તે લોકો માટે મોતી ફાયદાકારક હોવાની માન્યતા છે. આ રત્ન માનસિક તણાવને ઓછો કરવા તેમજ જીવનમાં પ્રવેશેલી નકારાત્મકતાને દૂર કરવામાં મદદ કરે છે.


મોતીને ધારણ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી

મોતી ધારણ કરવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો કોઈપણ રત્ન જાણ્યા વિના ધારણ કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં નકારાત્મક પ્રભાવ પડે છે. ખાસ કરીને મોતીનું રત્ન એવા લોકોને પહેરવાની સલાહ અપાય છે જેમની કુંડળીમાં ચંદ્ર કમજોર હોય છે. જો ચંદ્ર મજબૂત હોય તો મોતી ધારણ ના કરવું જોઈએ. જ્યોતિષ નિષ્ણાંતોના મત પ્રમાણે મોતીને હીરા, પન્ના, ગોમેદ, નીલમની સાથે ક્યારેય ના પહેરવું જોઈએ. પરંતુ કોઈ એવી સ્થિતિ હોય તો વિશ્વાસુ જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ રત્નો સાથે મોતી પહેરવાથી ચંદ્ર પર નકારાત્મક પ્રભાવ પડે છે. કારણ કે, શુક્ર, બુધ અને શનિ ચંદ્રના શત્રુ માનવામાં આવે છે. તેનાથી માનસિક તણાવ અને જીવનમાં અશાંતિમાં વધારો થઈ શકે છે. એવું કહેવાય છે કે, મોતીને આ પ્રકારના રત્નો સાથે ધારણ કરવાથી તેનો શુભ પ્રભાવ પ્રાપ્ત નથી થતો. જેથી મોતીને ધારણ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.

મોતીને કેટલાક વિશેષ રત્નો સાથે ધારણ કરી શકાય

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, મોતીને કેટલાક વિશેષ રત્નો સાથે ધારણ કરી શકાય છે. જ્યોતિષ નિષ્ણાંતોનું માનીએ તો મોતીને પોખરાજ અને મૂંગા રત્ન સાથે ધારણ કરી શકાય છે. આ રત્નો સાથે મોતીને ધારણ કરવાથી વ્યક્તિને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે. તે માણસનું માનસિક સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક રાશીઓ માટે મોતીનું રત્ન ધારણ કરવું નિષેધ છે. જે રાશીઓનો સ્વામી ગ્રહ બુધ, શુક્ર, શનિ અથવા રાહુ છે તેમણે મોતી ધારણ ના કરવું જોઈએ. જેથી વૃષભ, મિથુન, કન્યા, મકર અને કુંભ રાશીના લોકોએ મોતી ધારણ કરવાથી બચવું જોઈએ. નહીં તો, આ રાશીઓના લોકો માટે મોતી નકારાત્મક પરિણામ આપી શકે છે. જેથી કોઈ પણ રત્નને ધારણ કરતાં પહેલા યોગ્ય અને અનુભવી જ્યોતિષીની સલાહ જરૂર લેવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી જ્યોતિષશાસ્ત્ર પર આધારિત છે અને ફક્ત માહિતીના હેતુ માટે આપવામાં આવી છે. સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.


  • Follow us on: