ભગવાન જગન્નાથની રથયાત્રા ખુબ ભવ્ય અને જાણીતી છે. કલકત્તામાં દર વર્ષે  ISKCON આ યાત્રા ખૂબ મોટા લેવલ પર આયોજીત કરે છે. કલકત્તામાં  ISKCON સંસ્થા તેને 1972થી મનાવી રહી છે. આ યાત્રામાં રથ આખા શહેરમાં ફરે છે અને બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં મેળો પણ લાગે છે. આ વર્ષે 27 જૂલાઈ, 2025ના રોજ કલકત્તામાં રથયાત્રા યોજાશે. જેમાં હજારો ભક્તો રથ ખેંચશે. પરંતું આ વખતે કલકત્તા  ISKCONની રથયાત્રા ખૂબ ખાસ છે. આ વખેત રથ એ ટાયરો પર ચાલશે જે મોટા ભાગે ફાઈટર જેટમાં લગાવવામાં આવે છે. ચાલો જાણીયે જગન્નાથ પુરી રથમાં કયા ફાઈટર જેટના ટાયર લગાવવામાં આવ્યા છે અને કઈ કંપનીએ આપ્યા છે.  

કયા ફાઈટર જેટના ટાયર લગાવ્યા છે?

જગન્નાથ પુરીના રથમાં સુકોઈ ફાઈટર જેટના ટાયર લગાવવામાં આવ્યા છે. સુખોઈ ભારતીય વાયુસેનાનું એક લડાયર વિમાન છે. પહેલા આ રથ Boeing 747 વિમાનના જૂના ટાયરો પર ચાલતુ હતું.  ISKCON છેલ્લા 48 વર્ષથી આ બોઈંગ ટાયરોને યુઝ કરી રહ્યું છે. આ ટાયર કલકત્તા એરપોર્ટ પરથી લાવવામાં આવ્યા છે. હેવ આ જૂના ટાયર ખરાબ થઈ ગયા છે. જેથી આ વખતે સુકોઈ ફાઈટર જેટ ટાયરોની જરુર પડી છે. કારણકે ગયા વર્ષે રથ યાત્રામાં ટાયર સાથે જોડાયેલી ઘણી ટેકનિકલ ખામીઓ આવી હતી. એવામાં સુખોઈ ફાઈટર જેટના ટાયરોનો ઉપયોગ થશે.  

આ કંપનીએ આપ્યા છે ટાયર? 

જગન્નાથ પુરીના રથ માટે MRF કંપની દ્વારા સુખોઈ ફાઈટર જેટ ટાયર પૂરા પાડવામાં આવ્યા છે. ઇસ્કોનના ઉપપ્રમુખે આ ટાયર માટે MRF કંપનીનો સંપર્ક કર્યો અને તેમણે ખાસ કરીને સુખોઈ ટાયર માંગ્યા. જોકે, શરૂઆતમાં MRF અધિકારીઓ આશ્ચર્યચકિત થયા, પરંતુ આખરે તેઓ મદદ કરવા સંમત થયા. ત્યારબાદ MRF ટીમે આવીને જૂના ટાયરની તપાસ કરી અને પછી ચાર સુખોઈ ટાયર આપવાની પરવાનગી આપી.

આટલી છે એક ટાયરની કિંમત 
સુખોઈ ટાયરની કિંમત આશરે 1.72 લાખ છે. દરેક ટાયર 16 ટન વજન ઉંચકી કરી શકે છે. ઉપરાંત, 31 મેના રોજ, આ નવા ટાયર સાથે પ્રથમ વખત રથ ચલાવવામાં આવ્યો અને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. કોલકાતાના રસ્તાઓ પર રથ 24 કિલોમીટર સુધી ચલાવવામાં આવ્યો.