- આર્દ્રા નક્ષત્રમાં સૂર્યના આગમનનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે
- આ દિવસથી પાકની વાવણી માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે
- આર્દ્રા નક્ષત્રમાં સૂર્યના ગોચર દરમિયાન સૂર્ય મિથુન રાશિમાં રહેશે
દર વર્ષે અષાઢ મહિનાની નવમી તિથિએ સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પહોંચે છે. રાહુને આર્દ્રા નક્ષત્રનો સ્વામી માનવામાં આવે છે. આર્દ્રા નક્ષત્રમાં સૂર્યના આગમનનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ દિવસથી વરસાદની મોસમનું આગમન માનવામાં આવે છે અને ભારત એક કૃષિપ્રધાન દેશ છે, તેથી આ દિવસથી પાકની વાવણી માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.
સૂર્ય મિથુન રાશિમાં રહેશે અને બુધ પણ સૂર્યની સાથે ગોચર કરશે
આર્દ્રા નક્ષત્રમાં સૂર્યના ગોચર દરમિયાન સૂર્ય મિથુન રાશિમાં રહેશે અને બુધ પણ સૂર્યની સાથે ગોચર કરશે. આવી સ્થિતિમાં આ વખતે સૂર્યનું આર્દ્રા નક્ષત્રમાં ગોચર મિથુન અને ધનરાશિ સહિત આ રાશિઓ માટે વિશેષ લાભદાયી રહેશે.
મિથુન રાશિ : સૂર્યની જેમ ચમકશે કિસ્મત
સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં આવતાની સાથે જ મિથુન રાશિના જાતકોને કિસ્મતનો સાથ મળશે. તમે હારેલી બાજી જીતી જશો, સૂર્યના શુભ પ્રભાવથી સારી તક મળશે પ્રમોશન મળશે અટકેલા કામ થવા લાગશે.
સિંહ રાશિ: સૂર્ય ગોચર જીવનમાં અપાર ખુશીઓ અપાવશે
સિંહા રાશિના લોકોના જીવનમાં સૂર્ય રોશની લાવશે. આર્દ્રા નક્ષત્રમાં ગોચર સર્વોત્તમ રહેશે. આ દરમિયાન મહેનતનું ફળ મળશે. નોકરીયાત લોકોને કાર્યસ્થળે મોટા પદની તક મળશે. પ્રગત્તિના દ્વાર ખુલશે.
તુલા રાશિ સૂર્યનું ગોચર પ્રગત્તિમાં કરશે મદદ
સૂર્યના ગોચરથી તુલા રાશિના જાતકોના જીવનમાં સંઘર્ષ ઘટી જશે, કમાણીના સાધનો મળશે. નોકરીમાં સારી તક મળશે. માનસિક શાંતિ મળશે. સારો અવસર મળશે. કર્મચારીઓ સાથે સંબંધોમા સુધારો આવશે.