• ધતૂરો પણ શિવજીને છે પ્રિય
  • શિવપૂજામાં ભસ્મનો ઉપયોગ લાભદાયી રહેશે
  • બિલિપત્ર, ચોખા, ચંદનનો પણ કરી શકો છો ઉપયોગ

મહાશિવરાત્રિ આ વર્ષે 8 માર્ચે ઉજવાશે. આ તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ દિવસે શિવભક્તો ભોલેનાથની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરે છે. ઘર-પરિવારમાં સુખ અને સમૃદ્ધિ બનાવી રાખવા માટે પણ પ્રાર્થના કરે છે. આ દિવસે મહાશિવરાત્રિની પૂજામાં ભગવાન શિવને બિલિપત્ર, ભાંગ, ધતૂરો, અક્ષત અને ચંદન અર્પણ કરાય છે. આમ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂરી થાય છે. જો તમે પણ ભોલેનાથને પ્રિય ભોગ ચઢાવો છો તો તેમના આશીર્વાદ મળી શકે છે. આ સાથે જ સંતાનસુખની પ્રાપ્તિ પણ થાય છે અને દુઃખ દૂર થાય છે.

શિવજીને ભાંગ ચઢાવવી

મહાશિવરાત્રિના અવસરે ભગવાન શિવને ભાંગ અચૂક અર્પણ કરો. ભગવાન શિવને ભાંગ એટલા માટે ચઢાવવામાં આવે છે કે ત્યારે શિવજીએ વિષપાન કર્યું હતું. ત્યારે તેમના ઉપચાર માટે આ રીતની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરાતો. તેમાં ભાંગ પણ સામેલ હતી. આ કારણે દરેક શિવરાત્રિએ ભાંગના પાન કે ભાંગને પીસીને દૂધ કે જળમાં મિક્સ કરીને ભોલેનાથને અભિષેક કરાય છે. તેનાથી લોકોના રોગ દોષ દૂર થાય છે.

શિવજીને ધતૂરો પણ પ્રિય છે

ભાંગ સિવાય ધતૂરો પણ એક જડીબુટ્ટી છે. જેનો ઉપયોગ શિવના માથા પર ચઢેલા વિષના પ્રભાવને હટાવવા માટે કરાયો હતો. શિવજીને ધતૂરો પણ પ્રિય છે. મહાશિવરાત્રિના અવસરે શિવલિંગ પર ધતૂરો અર્પણ કરવાથી શત્રુનો ભય દૂર થાય છે અને સાથે ધન સંબંધી મુશ્કેલીઓ પણ ઘટે છે.

દૂર થશે કષ્ટ

જીવનમાં કષ્ટના નિવારણ માટે શિવલિંગ પર આંકડાના ફૂલ પણ અર્પણ કરાય છે. આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન ભોલેનાથને પ્રિય છે. માન્યતા છે કે જે ભક્ત ભગવાનને આંકડાના ફૂ અને પુષ્પ ચઢાવે છે ભગવાન શિવ તેના તમામ કષ્ટ હરી લે છે. તેના ઘર અને પરિવારમાં ખુશી અને સમૃદ્ધિ આવે છે.

ભોલેનાથને ચઢાવો ભસ્મ

ભગવાન શિવની પૂજામાં ભસ્મનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. આ વિશેષ દિવસે તેને શિવલિંગ પર ચઢાવવાનુ ખાસ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવજીના પ્રમુખ વસ્ત્ર તરીકે ભસ્મને સ્થાન અપાય છે કેમકે તેનાથી તેમનું પૂરું શરીર ઢંકાયેલું રહે છે. આ માટે મહાશિવરાત્રિે ભગવાનને ભસ્મ અર્પણ કરવાનું મહત્ત્વ છે. 

  • Follow us on: